તાલાલા તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી:શહેર અને તાલુકાના નવા સંગઠનની રચના અંગે ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં ગુંદરણ ગીર ગામે સોમનાથ ફાર્મમાં કોંગ્રેસ સમિતિની અગત્યની બેઠક જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ નાં અધ્યક્ષ સ્થાને અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક ટીકુભાઈ વરૂ અને દિનેશભાઈ મકવાણા ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
- Advertisement -
આ બેઠકમાં તાલાલા શહેર તથા તાલુકા કોંગ્રેસ નાં નવા સંગઠન અંગે ચર્ચાઓ થઈ હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પદ માટે ચાર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ માટે પાંચ કાર્યકરો એ દાવેદારી નોંધાવી હતી.નવા સંગઠન અંગે દાવેદારી કરનાર કાર્યકરો નાં નામો અંગે સામુહિક પરામર્શ કરી પાર્ટીના નવા સંગઠન ની પસંદગી કરવામાં આવશે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકોએ જણાવ્યું હતું.પુંજાભાઈ વંશે આગામી તાલાલા નગરપાલિકા અને તાલુકા-જીલ્લા પંચાયત ચૂંટણી અંગે વિસ્તૃત વિગતો જણાવી તાલાલા તાલુકામાં પાર્ટીના સંગઠનનું નવ સર્જન કરવા કાર્યકરો ને અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ અગ્રણી માનસિંગભાઈ ડોડીયા,નારણભાઈ ભંડેરી,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામશીભાઈ પરમાર,મનસુખભાઈ કુંભાણી(એડવોકેટ),માલદેભાઈ સોલંકી,સુલતાન પટેલ વિગેરે બહોળી સંખ્યામાં કાર્યકરો,અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.