મતદાન પુર્ણ થતા જ બુટલેગરો સક્રિય થયા
રાજકોટથી જુનાગઢ તરફ દારૂ ભરી જતી કારને ઝડપી રૂા.4.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: રૂરલ એલસીબી પીઆઈ વિજય ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ ડી.જી.બડવા અને ટીમની કામગીરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
મતદાન પુર્ણ થતા જ બુટલેગરો ફરી સક્રીય થયા હોય તેમ દારૂની હેરાફેરી શરૂ કરી દીધી છે. રૂરલ એલસીબીની ટીમે પીઠડીયા ટોલનાકા પાસેથી રાજકોટથી જુનાગઢ તરફ જતી દારૂ ભરેલ કારને પકડી શરાબની 629 બોટલ સાથે જુનાગઢના ચાર શખ્સોને પકડી પાડી રૂા.4.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઈ વિજય ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ ડી.જી.બડવા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતો ત્યારે તેની સાથેના કોન્સ્ટેબલ અબ્બાસ ભારમલને રાજકોટ તરફથી દારૂ ભરેલ કાર જુનાગઢ તરફ જઇ રહી હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે પીઠડીયા ટોલનાકા પાસે વોચમાં રહી ત્યાંથી પસાર થતી કાર નં. જીજે 01 આરજી 1પ49ને અટકાવી તપાસ કરતા કારની પાછળના ભાગે અને આગળ બોનેટ નીચેથી છુપાવેલ દારૂની 6ર9 બોટલ દારૂ મળી આવતા કારમાં સવાર મીલન ખોડા પટોળીયા સતીષ શીશકાંત કયાડા, સોનીક ભીમજી પોશીયા અને નરેન્દ્ર દેવજી ચાંડેગરા (રહે. તમામ જોષીપરા, જુનાગઢ)ની ધરપકડ કરી કાર અને શરાબ મળી રૂા. 4.0ર લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો કયાંથી લઇ આવ્યા અને કયાં સપ્લાય કરવાનો તે અંગે આરોપીની એલસીબીની ટીમે પુછતાછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે દારૂના જથ્થા સાથે પકડાયેલ સતીષ અગાઉ પણ દારૂના ગુનામાં જુનાગઢમાંથી પકડાયો હતો. જોગાનુજોગ ત્યારે ત્યાં પણ એલસીબી પીએસઆઇ તરીકે ડી.જી.બડવા જ હતા.
- Advertisement -