યુવાનને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સાયલા
સાયલા ખાતે રહેતા ભાવેશભાઈ ત્રિકમભાઈ અઘારા ગત 24 નવેમ્બરના રોજ પોતાનું એક્ટિવા લઈને ચા પીવા માટે બજારમાં જતા હોય તેવા સમયે એક કારમાંથી લાખાભાઇ મફાભાઈ ભરવાડ, લાલાભાઈ ભરવાડ અને અન્ય બે અજાણ્યા ઇસમો ઉતરી એક્ટિવા ઉભુ રાખવી જેમ તેમ ગાળો આપી ભાવેશભાઇ જાતિ પ્રત્યે અપમાનિત કરતા ભાવેશભાઈ દ્વારા ગાળો નહિ આપવાનું જણાવતા જ ચારેય શખ્સો ઉશ્કેરાઈ જઈ લાકડી વડે માર મારી ત્યાંથી નાશી છૂટયા હતા હુમલામાં ઈજાગ્રસ્ત ભાવેશભાઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી બાદમાં સાયલા પોલીસ મથકે ચારેય હુમલાખોર વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.