લાઠી, ચલાલા, જાફરાબાદ, રાજુલા પાલિકાની ચૂંટણી યોજાશે
રાજયભરની જાહેર થયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અમરેલી નગરપાલિકાની ખાલી પડેલ બે મહીલા અનામત બેઠકની ચૂંટણી જાહેર થવા પામેલ છે.
- Advertisement -
અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ડી વર્ગની લાઠી અને ચલાલા અને સી વર્ગની લાઠી અને જાફરાબાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત એ ગ્રેડની અમરેલીનગરપાલિકાની વોર્ડ નં. 7 અને 5 માં તથા ડી ગ્રેડની કુંડલામાં વોર્ડ નં. 3 માં અને ડી ગ્રેડની દામનગર પાલિકામાં વોર્ડ નં. 2 અને 3 માં એક-એક બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે.
સાથે સાથે તાલુકા પંચાયતોમાં અમરેલી જિલ્લાનાં બાબરાની કરીયાણા, બગસરાની વાઘણીયા જુના અને ધારીની મીઠાપુર ડુંગરીની પેટા ચૂંટણી પણ જાહેર થઈ છે.