500 રૂપિયા ઉછીના નહીં આપતા છરીના ઘા ઝીકિ દીધા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના બસપોર્ટમાં રવિવારે સવારે ચાર શખ્સે રિક્ષાચાલક યુવક પર છરીથી હુમલો કર્યો હતો.
ઉછીના પૈસા આપવાની ના પાડતા યુવક સાથે માથાકૂટ કરી હતી આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા અનિસ અજીજભાઇ શેરૂકા ઉ.29એ ફેઝમહમદ ફકીર, સમીરશાહ ઉર્ફે બાઘો ફેઝમહમદ ફકીર, ચકી ફેઝમહમદ ફકીર અને એજાજ ફેઝમહમદ ફકીર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
- Advertisement -
શનિવારે સાંજે રિક્ષા લઇને બસ સ્ટોપની બહાર રિક્ષા સ્ટેન્ડે ઊભો હતો ત્યારે ફેઝમહમદ આવ્યો હતો અને 500 ઉછીના માગ્યા હતા. અનિસે પૈસા આપવાની ના પાડતા માથાકૂટ કરીને જતો રહ્યો હતો ત્યારબાદ રવિવારે અનિસ બસ સ્ટોપની અંદર લોબીમાં ઊભો હતો અને પેસેન્જર શોધતો હતો ત્યારે ફેઝમહમદ તેના પુત્રો ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, તું મારા બાપા સામે શું પાવર કરતો હતો, તું મને ઓળખશ તો ખરોને તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો બાદમાં ચારેય શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો.
ફેઝમહમદે પોતાની પાસે રહેલો ઇંટ કપાળમાં ઝીંકી દીધી હતી હુમલાખોરોથી બચવા અનિસ ભાગ્યો હતો, પરંતુ ચકીએ તેને પકડી લઇ કમરના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો લોહિયાળ હાલતમાં રિક્ષા ચલાવીને હોસ્પિટલે પહોંચ્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



