મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામાં સંડોવાયેલા તેમજ દેશી દારૂના ગોરખધંધામાં અવાર નવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા ચાર કુખ્યાત રીઢા ગુનેગારોને ચાર જીલ્લમાંથી હદપાર કરવાના હુકમની બજવણી કરી એ ડિવિઝન પોલીસ દ્વારા છ માસ માટે હદપાર કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના આપવામાં આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર મારા મારી તેમજ દેશી દારૂ જેવા ગુન્હાઓમાં પકડાયેલ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઇ પલેજા, ફરદીન દાઉદભાઇ પલેજા, અરમાન દાઉદભાઇ પલેજા અને જાવીદ ઉર્ફે મીટર અલીભાઇ પલેજા (રહે. ચારેય, કાલીકા પ્લોટ, બાવા અહેમદશા મસ્જીદની બાજુમાં, મોરબી) વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા હદપારીની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે સબ. ડીવી. મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરી મોરબીનાઓએ હદપારી મંજુર કરતા ચારેય રીઢા ગુનેગારોને છ માસ માટે મોરબી જીલ્લા, રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લાઓમાંથી હદપાર કરેલ હોય જેથી ચારેય ઈસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબીના ચાર રીઢા ગુનેગારોને ચાર જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરાયા
You Might Also Like
Follow US
Find US on Social Medias