ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ 14 નવેમ્બર – સોમવારનો હોવાથી હવે તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરવા લાગશે. જોકે આપે અત્યાર સુધીમાં 130 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
કોંગ્રેસે પ્રથમ યાદી 43 ઉમેદવારોની જાહેર કરી છે. તો બીજી બાજુ ભાજપની પ્રથમ યાદી આવતીકાલ રાત્રિ સુધીમાં બહાર આવે તેવું જાણવા મળે છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તેના બે મોટા પ્રદેશ નેતા માટે નામની જાહેરાત કરી છે.
- Advertisement -
राजनीति में युवाओं की भागीदारी ज़रूरी है। गुजरात में हमारे प्रदेश अध्यक्ष एवं लोकप्रिय युवा श्री गोपाल इटालिया को सूरत की कतारगाम विधानसभा से ओर प्रदेश महामंत्री श्री मनोज सोरठिया को करंज विधानसभा से गुजरात की जनता चुनाव लड़ाएगी, दोनों युवाओं को मैं शुभकामनाएँ देता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 9, 2022
- Advertisement -
મહત્વનું છે કે, આ સિવાય AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે તો ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે.
કરંજ બેઠક પરથી મનોજ સોરઠીયા ચૂંટણી લડશે: કેજરીવાલ
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.’