રામમંદિરના નિર્માણ દરમિયાન ખોદાણ સમયે જૂના સ્તંભો, મૂર્તિઓના અવશેષો મળી આવેલા
અત્રે રામ જન્મભૂમિમાં રામમંદિરનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ખોદકામ દરમિયાન મળી આવેલ લગભગ ત્રણ ડઝનથી વધુ મૂર્તિ, મંદિરના પુરા અવશેષ હવે આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલયની શોભા બનશે.
- Advertisement -
તાજેતરમાં ખોદકામ દરમિયાન બ્લેક સ્ટોનના સ્તંભ, શિવલિંગ તેમજ યક્ષ-યક્ષિણીઓ અને દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ મળી આવી હતી. આ બધા પુરાવશેષોને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી પરિસરમાંજ ઉચીત સ્થાનના અભાવે શેડનું નિર્માણ કરીને રાખવામાં આવ્યા હતા.
હવે આ પુરાવશેષો રામકથા સંગ્રહાલયને હસ્તાંતરણની ઔપચારીકતા પુરી થઈ ગઈ હોવાની ચર્ચા જોરમાં છે. એટલે કે હવે આ પુરાવશેષો રામકથા સંગ્રહાલયમાં ભાવિકો જોઈ શકશે.