-ડિલીટ કરવાથી નુકસાન ઘટતું નથી: પૂર્વ ધારાસભ્ય સામેની ફરિયાદ રદ્દ કરવા ઇન્કાર
મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કે ક્ધટેન્ટ ફોરવર્ડ કરનાર વ્યકિત પર તે પોસ્ટ કરનાર મુળ વ્યકિત જેટલો જ જવાબદાર છે તેવું જણાવીને એક ક્રિમીનલ ફરિયાદ રદ કરવાનો ઇન્કાર કર્યો હતો. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન.આનંદ વ્યંકટેશે તેમના ચુકાદામાં જણાવ્યું હતું
- Advertisement -
સોશ્યલ મીડિયાના ઉપયોગમાં જવાબદારીપૂર્વક વતવું જરૂરી છે કે મેસેજ, પોસ્ટ કે વિડીયો કે ફોટોગ્રાફ ફોરવર્ડ કરતા પહેલા કોઇની માનહાની કરતું નથી ને તે ચકાસવું પણ જરૂરી છે. 2018માં 19 એપ્રિલે તામિલનાડુના પૂર્વ ધારાસભ્ય એસ.વી.શેખરે કરેલા એક ફોરવર્ડ કરેલી પોસ્ટ સંદર્ભમાં તેમની સામે અપરાધ નોંધાયો હતો. જે માનહાની કરનારો તથા અત્યંત ઘૃણાજનક હતો. જોકે બાદમાં તેમને પોતાની ભુલનો ખ્યાલ આવતા આ પોસ્ટ ડિલીટ કરી હતી. પરંતુ અદાલતે એ દલીલ માન્ય રાખી ન હતી
કે તેમને આ પોસ્ટ ફોરવર્ડ થઇ હતી તેઓએ તે આગળ વધારી હતી. જસ્ટીસ વ્યંકટેશે જણાવ્યું હતું સોશ્યલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે બેધારી તલવાર જેવું છે જેમાં વ્યકિત, સમાજ કે દેશ વિરૂધ્ધ કોઇપણ પ્રકારની પોસ્ટમાં સંયમ હોવો જરૂરી છે. ઉપરાંત ખુદ વી.શેખર પૂર્વ ધારાસભ્ય છે અને તે સમાજમાં જાણીતા છે અને તેથી તેઓએ વધુ જવાબદારીપૂર્વ વર્તવું જોઇએ.