યૂપી સરકારના પૂર્વી મંત્રી તેમજ લખનૌ પૂર્વેથી વિધાયક આશઉતોષ ટંડન ઉર્ફે ગોપાલજીનું નિધન થયું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આશુતોષ ટંડન યોગી સરકારના પહેલા કાર્યકાળમાં મંત્રી રહ્યા હતા. તેમના નિધનની જાણકારી આશુતોષ ટંડનના એક્સ પર એકાઉન્ટના માધ્યમથી આપી છે. તેમણે લખ્યું કે, ગોપાલ ભાઇ અમને બધાને છોડીને જતા રહ્યા.
गोपाल भइया हम सबको छोड़ कर चले गये
- Advertisement -
— Ashutosh Tandon (@GopalJi_Tandon) November 9, 2023
તેમના નિધન પર દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે એક્સ પર કહ્યું કે, ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી તેમજ લખનૌના પૂર્વ વિધાયક આશુતોષ ટંડન ઉર્ફ ગોપાલજીના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું. તેમના રાજનૈતિક જીવન લખનૌ વાસીઓની સેવામાં સમર્પિત હતું. પાર્ટીને મજબૂતી આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.
- Advertisement -
લખનૌ તેમજ પ્રદેશના વિકાસ માટે તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો હંમેશા યાદ રહેશે. દુ:ખના આ સમયમાં તેમના પરિવારના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. ઓમ શાંતિ.
उत्तर प्रदेश के पूर्व मंत्री एवं लखनऊ पूर्व के विधायक, श्री आशुतोष टंडन उर्फ़ ‘गोपालजी’ के निधन से मुझे गहरा दुःख हुआ। उनका राजनीतिक जीवन लखनऊ वासियों की सेवा में समर्पित था।पार्टी को मज़बूती देने में भी उनकी महत्वपूर्ण भूमिका रही है।
लखनऊ और प्रदेश के विकास के लिए, उनके द्वारा…
— Rajnath Singh (@rajnathsingh) November 9, 2023
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને ઉપ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક સાંજે તેમના ઘરે જશે.