યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના તેમના વતન ઈટાવાના સૈફઈમાં પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.
આવેલાએ જવાનું છે તે ઉક્તિને સાર્થક કરતી ઘટનામાં દિવંગત યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવના તેમના વતન ઈટાવાના સૈફઈના મેળા ગ્રાઉન્ડમા પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. ગઈકાલે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હતું જે પછી તેેમના પાર્થિવ શરીરને તેમના વતન ઈટાવાના સૈફઈ ગામ લઈ જવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 10 વાગ્યે સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં જાહેર જનતાના દર્શનાર્થે તેમના પાર્થિવ દેહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નેતાજીની એક ઝલક મેળવવા માટે લાખોની જનમેદની ઉમટી હતી. ત્યાર બાદ બપોરના 3.30 વાગ્યે તેમના પાર્થિવ દેહને સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલા ચબૂતરા પર લઈ જવાયો હતો અને ત્યાં પુત્ર અખિલેશ યાદવે પિતાની ચેહને અગ્નિદાહ આપ્યો હતો.
- Advertisement -
#WATCH उत्तर प्रदेश: पूर्व मुख्यमंत्री और समाजवादी पार्टी के संस्थापक मुलायम सिंह यादव का अंतिम संस्कार सैफई में किया गया। इस दौरान लोगों ने नेताजी अमर रहे के नारे भी लगाए। pic.twitter.com/5nxBK5Mxft
— ANI_HindiNews (@AHindinews) October 11, 2022
- Advertisement -
પ્રથમ પત્નીના સ્મારક પાસે કરાયા અંતિમ સંસ્કાર
નેતાજી યુવાનીમાં જે મેળાના મેદાનમાં કુસ્તી કરતા હતા ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં 19 વર્ષ પહેલા મુલાયમ સિંહ યાદવની પ્રથમ પત્ની માલતી દેવીના અંતિમ સંસ્કાર કરાયા હતા, તેમની યાદમાં એક સ્મારક પણ બનાવાયું છે. માલતી દેવીની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકની નજીક રાતોરાત તૈયાર કરવામાં આવેલા ત્રણ ફૂટ ઊંચા અંતિમ સંસ્કાર સ્થળ પર નેતાજીના અંતિમ સંસ્કાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે માલતી દેવીનું અવસાન 2003માં થયું હતું
અંતિમ સંસ્કાર સ્થળે જ્યારે મુલાયમ સિંહનો નશ્વર દેહ પહોંચ્યો ત્યારે ભીડ બેકાબુ થઈ
ધરતીપુત્ર તરીકે ઓળખાતા મુલાયમ સિંહ યાદવનો મૃતદેહ જ્યારે સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો ત્યારે ભીડ બેકાબૂ થઈ હતી અને તેથી શિવપાલ યાદવે ભીડને શાંતિની અપીલ કરી હતી. આ સમય દરમિયાન લોકોએ નેતાજી અમર રહોની ગગનભેદી નારેબાજી કરી હતી.
Uttar Pradesh | Samajwadi Party chief Akhilesh Yadav, Defence Minister Rajnath Singh, Bihar Deputy CM Tejashwi Yadav and PSP chief Shivpal Yadav present at the last rites ceremony of former CM of UP, Mulayam Singh Yadav pic.twitter.com/izWB7prPHT
— ANI (@ANI) October 11, 2022
અખિલેશે પત્ની ડિમ્પલ સાથે કરી પિતાની અંતિમવિધિ
સપા અધ્યક્ષ અખિલેશે પત્ની ડિમ્પલ યાદવ સાથે પિતા મુલાયમ સિંહ યાદવની અંતિમવિધિ પૂરી કરી હતી જે પછી અખિલેશે પિતાના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. શોકના આ પ્રસંગે અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં રખાયું નેતાનું પાર્થિવ શરીર, અંતિમ દર્શનાર્થે જનમેદની ઉમટી
અંતિમવિધિ પહેલા દિવંગત મુલાયમનું પાર્થિવ શરીર મેળા ગ્રાઉન્ડમાં રખાયું હતું. પોતાના પ્રિય નેતાજીના છેલ્લા દર્શન કરી લેવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ ઉપરાંત રાજકીય જગતની અનેક હસ્તીઓ પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.
નેતાજીની એક ઝલક મેળવવા લોકો છત પર ચઢ્યા
નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે. સૈફઈમાં લોકો એકઠા થઈ ગયા છે. લોકો પોતાની રીતે મુલાયમ સિંહ યાદવને યાદ કરી રહ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નેતાની એક ઝલક જોવા માટે લોકો છત પર ચડી ગયા હતા.
#WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3
— ANI (@ANI) October 11, 2022
સૈફઈમાં ગૂંજ્યા નેતાજી અમર રહોના નારા
નેતાની અંતિમવિધિ જ્યારે શરુ થઈ હતી ત્યારે લોકો નેતાજી અમર રહોની ગગનભેદી નારેબાજી કરી હતી. લોકો પોતાના લાડલા નેતાની એક ઝલક મેળવવા માટે જ્યાં જગ્યા મળી ત્યાં ઊભા રહી ગયા હતા. કેટલાક તો ઝાડ કે છત પર પણ ચડી ગયા હતા.
નેતાજીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા આ નેતાઓ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, જેડી(યુ)ના નેતા કેસી ત્યાગી, કેન્દ્રીય મંત્રી એસપી બઘેલ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, યૂપીના બે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠક મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે સૈફઈ પહોંચ્યાં હતા. તે ઉપરાંત યોગગુરુ બાબા રામદેવ પણ મુલાયમના અંતિમ સંસ્કારમાં સૈફઈ પહોંચ્યા હતા. અભિષેક બચ્ચન તેમની માતા જયા બચ્ચન સાથે સૈફઈમાં પહોંચીને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે.