નગરપાલિકાના પ્રમુખની નિમણૂંક સમયે સભ્યો ગુમ કરવા પાછળ મુખ્ય ભૂમિકા?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
થાનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યાંથી જ વિવાદાસ્પદ લાગી રહી હતી તેવામાં ચૂંટણી પૂર્ણ થઈ જે બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના 25 સભ્યો વિજય બન્યા હતા પરંતુ ભાજપની જીત થયા બાદ પણ આકરા ચડાવ અહીં પ્રમુખ પદના હતા જેમાં થાનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકેની ચૂંટણી સમયે કેટલાક સભ્યો અચાનક ગુમ થયા હતા કહેવાય છે કે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પિતાના સમાજનો સભ્ય પ્રમુખ બને તે માટે કેટલાક સભ્યોને ગુમ કરી જાત્રાએ મોકલી દીધા હતા જોકે છતાં પ્રદેશ ખાતેથી ધાર્યું તે થયું અને ધારાસભ્યનું ષડયંત્ર ફ્લોપ ગયું હતું પરંતુ ભાજપ પક્ષ વિરોધી કર્યા કરવા બદલ કુલ પાચ કાર્યકરોને નોટિસ આપી જવાબ મંગાવ્યા હતા જેમાં થાનગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ પૂજારાને સંતોષકારક જવાબ નહિ આપતા અંતે પૂર્વ પ્રમુખ જીતુભાઈ પૂજારાને પક્ષ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા ફરી એક વખત થાનગઢ પંથકના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.



