થોડા સમય પહેલાં સુરતમાંથી IASના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેઓ કલેક્ટર પદે હતા ત્યારે વ્યાપક ભ્રષ્ટાચાર કરવાના મામલે તેમના રહેઠાણ પર ઈઇઈંએ દરોડા પાડ્યા હતા અને લાંબી તપાસ બાદ તેમની ધરપકડ કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં કે. રાજેશના રહેઠાણ પર ઈઇઈંએ દરોડા પાડ્યા હતા. સમગ્ર તપાસમાં સુરતમાં પણ કે.રાજેશનું કનેક્શન નીકળ્યું હતું. ત્યારે સુરતમાંથી કે. રાજેશના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી અને આજે ઈઇઈંની ટીમે કે.રાજેશની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઈંઅજ કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા અને સામાન્ય વહિવટ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી હતાં. સુરેન્દ્રનગરના ચૂડાના કુડલા ગામના નિવાસી અમરસંગ રાઠોડ નામના ફરિયાદી, જેઓ મગફળી, તલ પકવતા ખેડૂત છે. તેમણે પણ બંદૂક માટે પરવાનો લેવા અરજી કરી હતી. જે-તે સમયે કે. રાજેશ દ્વારા પરવાના અંગે નકારાત્મક અભિપ્રાય આપતાં અમરસંગ રાઠોડ અપીલ માટે ગૃહ વિભાગમાં ગયા હતા. આ સમયે ફરિયાદીના વ્યવસાય સંબંધી માગણી કરી શરીર પર તેલ માલિશ કરવા માટે 3 કિલો તલના તેલની માગણી કરી હતી. જો તલનું તેલ આપવામાં આવશે તો તાત્કાલિક ધોરણે જ પરવાનો આપવામાં આવશે., એવા એફિડેવિટ સાથેની ફરિયાદ અમરસંગ રાઠોડ દ્વારા એસીબી સમક્ષ કરવામાં આવી હતી.
- Advertisement -
સુરેન્દ્રનગરના તત્કાલીન જિલ્લા ક્લેક્ટર કે. રાજેશ દ્વારા બંદૂકના પરવાના આપતી વખતે લાંચ લેવા બાબતે 20 કરતાં વધુ ફરિયાદીએ એફિડેવિટ સાથે ફરિયાદ કરી હતી, જેમાં પ્રત્યેક અરજદાર પાસેથી કુલ 5 લાખની લાંચ માગવામાં આવતી હતી. એમાં 4 લાખની રોકડ પ્રત્યેક અરજદાર પાસેથી લેવાતી હતી. આમ, 20 કરતાં વધુ ફરિયાદીની ફરિયાદને આધારે જોઈએ તો કે. રાજેશ દ્વારા રૂ. 80 લાખથી વધુ રોકડ રકમની લાંચ લેવાઈ છે.