ભ્રષ્ટાચારનો આરોપ: પુતિનનાં મંત્રીમંડળમાંથી છૂટ્યા બાદ પગલું ભર્યું
ખાસ-ખબર ન્યૂઝ રશિયા, તા.8
ભૂતપૂર્વ રશિયન પરિવહનમંત્રી રોમન સ્ટારોવોઇટે સોમવારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને કોઈ કારણ આપ્યા વિના થોડા કલાકો પહેલાં જ બરતરફ કરી દીધા હતા. તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ હતો.
- Advertisement -
અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટારોવોઇટ મોસ્કો નજીક ઓડિન્ટસોવોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં, ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે સ્ટારોવોઇટનો મૃતદેહ તેની કારમાંથી મળી આવ્યો હતો. સ્ટારોવોઇટને ભૂતપૂર્વ ગવર્નર, આન્દ્રે નિકિતિન દ્વારા કામચલાઉ પરિવહન પ્રધાન બનાવવામાં આવ્યા છે. પરિવહન પ્રધાન બનતા પહેલા, સ્ટારોવોઇટ પાંચ વર્ષ સુધી યુક્રેનની સરહદે આવેલા કુર્સ્ક પ્રદેશના ગવર્નર હતા.
રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટારોવોઇટને બરતરફ કરવાનું કારણ 5-6 જુલાઈના રોજ યુક્રેનિયન ડ્રોન હુમલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે, દેશભરમાં લગભગ 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. યુક્રેનિયન હુમલાઓને કારણે રશિયાના ઉસ્ત-લુગા બંદર પર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટથી 6 જુલાઈના રોજ એમોનિયા લીકેજ થયું હતું, જેના કારણે સમસ્યાઓ વધુ વકરી હતી.
તે જ સમયે, સ્ટારોવોઇટની બરતરફીને કુર્સ્કમાં ભ્રષ્ટાચારના કેસ સાથે પણ જોડી દેવામાં આવી રહી છે. સ્ટારોવોઇટે કુર્સ્કમાં ગવર્નર પદ છોડ્યાના થોડા મહિના પછી, યુક્રેનિયન સૈનિકોએ ત્યાં હુમલો કર્યો, જે બીજા વિશ્ર્વયુદ્ધ પછી રશિયામાં સૌથી મોટો વિદેશી હુમલો હતો. તે જ સમયે, સ્ટારોવોઇટ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કુર્સ્કના નવા ગવર્નર, એલેક્સી સ્મિર્નોવ પર એપ્રિલમાં નાણાંની ઉચાપતનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -



