ઉપપ્રમુખ તરીકે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, સચિવ પદે અમદાવાદ જે.સી.પી. નિપુણા તોરવણે અને ખજાનચી તરીકે જેસીપી ટ્રાફિક એન.એન.ચૌધરીની નિમણૂક
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદમાં આઇપીએસ એસોસિયેશનની નવી કમિટીની વરણી કરવામાં આવી હતી. જેમાં આઈપીએસ એસોસીએશનના પ્રમુખ તરીકે હાલ હોમગાર્ડ વિભાગના ડીજીપી અને પૂર્વ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને બેસાડવાનો નિર્ણય સહમતીથી લેવાયો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલીક, સચીવ તરીકે ગૃહવિભાગના સેક્રેટરી નિપુણા તોરવણે અને ખજાનચી તરીકે એડી.સીપી ટ્રાફિક એન.એન.ચૌધરીને નિમવાનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાતના યુરોક્રેસીમાં આઇપીએસની ચૂંટણી અને તેના હોદ્દેદારોની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે તાજેતરમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન મળ્યા બાદ નવી નિમણૂક કરવામાં આવી છે જેમાં આ વખતે મનોજ અગ્રવાલને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જીએસ મલિકની નિમણૂક આપવામાં આવી છે.
ઉપરાંત એસોસીએશનની એક્ઝિક્યુટીવ કમિટીના સભ્યો તરીકે 11 આઈપીએસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલ, ડીજીપી કચેરીના એડમિન ગગનદીપ ગંભીર, ગાંધીનગરના રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ, એટીએસના ડીઆઈજી સુનિલ જોશી, ગાંધીનગર આર્મ યુનિટના એસપી વિશાલ વાઘેલા, વલસાડ એસપી કરણરાજ વાઘેલા, રાજકોટ ડીસીપી પાર્થ ગોહિલ, દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા, ખેડા એસપી રાજેશ ગઢીયા, અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ અને ઝોન-3 ડીસીપી વિશાખા ડબરાલનો સમાવેશ થયો હતો.



