વિવાદિત ટ્વિટ બાબતે હોબાળો મચતા આખરે ટ્વિટ કરવું પડ્યું ડિલિટ
રાજીવ ગાંધીની પુણ્યતિથિએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી એક ટ્વિટ કરીને મોટો વિવાદ પેદા કર્યો હતો જોકે વિવાદ વધતા તેમણે ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું. અધીર રંજન ચોધરીએ લખ્યું કે રાજીવ ગાંધીએ એક ગ્રાફિક્સ શેર કરતા લખ્યું હતું કે જ્યારે કોઈ મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી ધ્રુજે છે.
ઈન્દીરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ શીખ તોફાનને લઈને કરી હતી ટીપ્પણી
ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીએ પોતાની માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ આ નિવેદન આપ્યું હોવાના અહેવાલ છે. રાજીવે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ભારતના લોકો એટલા ગુસ્સે થયા, એટલા ગુસ્સામાં આવી ગયા અને થોડા દિવસો સુધી લોકોને લાગ્યું કે ભારત ધ્રુજી રહ્યું છે. જ્યારે પણ કોઈ મોટું ઝાડ પડે છે, ત્યારે પૃથ્વી ધ્રુજે છે. રાજીવના આ નિવેદનને 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડવામાં આવ્યું હતું. વિવાદ વધતા ટ્વિટ ડિલિટ કરીને કરી સ્પસ્ટતા આ મામલે વિવાદ થતા ચોધરીએ આ ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે તેની સાથે મારે કંઈ લેવાદેવા નથી. વિરોધી તાકતો દ્વારા મારી સામે એક દુષ્પ્રપ્રચાર અભિયાન ચલાવાઈ રહ્યું છે.
- Advertisement -
રાહુલ-પ્રિયંકાએ આ રીતે પિતાને કર્યાં યાદ
પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી હતી. તેઓ દયાળુ વ્યક્તિ હતા. મારા અને પ્રિયંકા માટે એક અદ્ભુત પિતા હતા, જેમણે અમને ક્ષમા અને સહાનુભૂતિના મૂલ્ય વિશે જણાવ્યું હતું. “મને તેમની ખોટ સાલે છે, અમે સાથે વિતાવેલો સમય યાદ કરું છું. પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા વિશે રાહુલ ગાંધીના ટ્વીટને રિટ્વીટ કર્યું હતું. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો. તેમણે 1984 થી 1989 સુધી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું. 21 મે, 1991ના રોજ તમિલનાડુમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.