પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે.
તેઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. તેમજ સતત ચેસ્ટ કન્જેશનની ફરિયાદ કરતા હતા. જે બાદ તેઓને તાત્કાલિક AIIMSના સી એન ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડો. મનમોહન સિંહની તપાસ માટે અઈંઈંખજ એક મેડિકલ બોર્ડ બનાવી રહ્યું છે, જેને AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા હેડ કરશે. મનમોહન સિંહ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી પણ સંક્રમિત થયા હતા, ત્યારે પણ તેઓને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહને સામાન્ય તાવ આવ્યો હતો જે બાદ તેમની તપાસ કરવામાં આવતા કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણ થઈ હતી.
પૂર્વ વડાપ્રધાન 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોનાની વેક્સિન લીધી હતી. ડો. મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલ તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં છે. વર્ષ 2009માં તેઓનીAIIMSમાં બાયપાસ સર્જરી થઈ હતી.
- Advertisement -



