પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 98મી જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે. આ દિવસ પર દેશના સમગ્ર વાસીઓ તેમને પ્રણામ કરી રહ્યા છે. સોમવારના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત બીજેપીના કેટલાય દિગ્ગજ નેતાઓ તેમની સમાધિ સદૈવ અટલ પર પ્રણામ કરવા પહોંચ્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા અને પુષ્પાંજલિ આપી હતી.
#WATCH | Delhi: Visuals from 'Sadaiv Atal' memorial in Delhi where President Droupadi Murmu, Vice President Jagdeep Dhankhar, Prime Minister Narendra Modi and several other leaders have paid floral tribute to former Prime Minister Atal Bihari Vajpayee on his birth anniversary. pic.twitter.com/8BwjNingMN
- Advertisement -
— ANI (@ANI) December 25, 2023
આ પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના સોશ્યલ મીડિચા હેન્ડલ એક્સ પર અટલ બિહારી વાજયેપીને યાદ કરતા લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીને તેમની જયંતિ પર દેશના સમગ્ર પરિવારજનોની તરફથી પ્રણામ કરે છે. તેઓનું સમગ્ર જીવન રાષ્ટ્ર નિર્માણના કાર્યોને ગતિ આપવા માટે રહ્યું. માં ભારતી માટે તેમણે સંર્પણ અને સેવા ભાવ અમૃતકાળમાં પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યા.
- Advertisement -
#WATCH | Delhi: Former President Ram Nath Kovind, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, Lok Sabha Speaker Om Birla, Rajya Sabha Deputy Chairman Harivansh and other leaders pay floral tribute to former Prime Minister Atal Bihari Vajpayee at 'Sadaiv Atal'… pic.twitter.com/CCFOopsJLO
— ANI (@ANI) December 25, 2023
વિરાટ યોગાદાનને હંમેશા યાદ રાખવામાં આવશે: ગૃહ મંત્રી
જયારે, ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાનને યાદ કરતા સોશ્યલ મીડિયા પર લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની જન્મ જંયતિ પર તેમનું સ્મરણ કરીને પ્રણામ કરૂ છું. અટલજીએ નિ: સ્વાર્થ ભાવથી દેશ તેમજ સમાજની સેવાની અને ભાજપની સ્થાપનાના માધ્યમથી દેશમાં રાષ્ટ્રવાદી રાજનીતિને નવી દિશા આપી છે. જ્યાં એક તરફ તેમણે પરમાણુ પરિક્ષણ અને કારગિલ યુદ્ધમાં વિશ્વને ઉભરતા ભારતની શક્તિનો એહસાસ કરાવ્યો, ત્યારે બીજી તરફ તેમણે દેશમાં સુશાસનની પરિકલ્પાનઓને ઉજાગર કરી, તેમના વિરાટ યાગદાનને દેશ હંમેશા યાદ રાખશે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former Prime Minister Atal Bihari Vajpayee at 'Sadaiv Atal' memorial, on his birth anniversary. pic.twitter.com/BqpmVC6tie
— ANI (@ANI) December 25, 2023
વર્ષ 2018માં પૂર્વ વડાપ્રધાનનું નિધન થયું હતું
પૂર્વ વડાપ્રધાન વાજપેયીને 6 વર્ષ સુધી સફળતાપૂર્વક ગઠબંધનવાળી સરકાર ચલાવવા માટે શ્રેય આપવામાં આવે છે. આ દરમ્યાન તેમણે સુધારાને આગળ વધાર્યા અને બુનિયાદી ઢાંચાને મજબૂત બનાવ્યો. વર્ષ 2018માં 93 વર્ષની ઉંમરમાં વાજપેયીજીનું નિધન થઇ ગયું.