પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને માનવ અધિકારો અને લોકશાહી માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને માનવ અધિકારો અને લોકશાહી માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ જાહેરાત પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA) અને નોર્વેજીયન રાજકીય પક્ષ સેન્ટ્રમ દ્વારા કરવામાં આવી હતી. પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA) એક હિમાયતી જૂથ છે, જેની સ્થાપના ડિસેમ્બર 2023 માં થઈ હતી. આ સંગઠન નોર્વેજીયન રાજકીય પક્ષ પાર્ટી સેન્ટ્રમ સાથે જોડાયેલું છે. પાર્ટી સેન્ટ્રમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતની પુષ્ટિ કરી.
2019માં પણ નામાંકિત થયા હતા
- Advertisement -
“અમને પાર્ટી સેન્ટરમ વતી જાહેરાત કરતા આનંદ થાય છે કે, નામાંકન કરવાનો અધિકાર ધરાવતા વ્યક્તિ સાથે જોડાણ કરીને, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાનમાં માનવ અધિકારો અને લોકશાહી માટેના તેમના કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે,” પાર્ટીએ રવિવારે X ના માધ્યમથી જણાવ્યું હતું. દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા બાદ ઇમરાન ખાનને 2019 માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા.
ઇમરાન ખાન જેલમાં છે
એક મીડિયા એહેવાલ મુજબ, દર વર્ષે, નોર્વેજીયન નોબેલ સમિતિને સેંકડો નામાંકનો મળે છે અને પછી આઠ મહિનાની પ્રક્રિયા દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવે છે. ખાન, જે પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક પણ છે, ઓગસ્ટ 2023 થી જેલમાં છે. ખાનને સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર સંબંધિત આરોપોમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એપ્રિલ 2022 માં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ ઇમરાન ખાનને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પરના તમામ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે.