મહેસૂલને લગતાં પ્રશ્ર્નોના નિરાકરણ માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે
બંને કચેરી શરૂ થશે તો સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે જમીન અને મહેસૂલને લગતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે રાજકોટમાં મહેસૂલ પંચ તેમજ એસએસઆરડીની કચેરી શરૂ કરવા માટે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે વર્તમાન સાંસદ પરષોતમ રૂપાલા મારફત માંગ કરી છે તેમજ તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ સૌરાષ્ટ્રવાસીઓને મહેસૂલને લગતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે અમદાવાદ સુધી ધક્કા થાય છે આથી આ બંને કચેરી રાજકોટ શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થશે.
2001 સુધી આ બંને કચેરી રાજકોટ ખાતે કાર્યરત હતી પરંતુ ભૂકંપ બાદ મકાન જર્જરિત થતાં બંધ કરી દેવામાં આવી હતી ત્યારે ફરી આ બંને કચેરી શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રના લોકોને ગાંધીનગર અને અમદાવાદના ધક્કા બંધ થઈ જશે અને પ્રશ્ર્નોનું નિરાકરણ જલદી મળી શકશે.