CBIએ શુક્રવારે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરી છે. ચંદા પર બેંકની નીતિ અને નિયમનની વિરુદ્ધ જઈને કરોડો રૂપિયાની લોન આપવાનો આરોપ છે.
ચંદા એ સમિતિનો ભાગ હતા જેણે 26 ઓગસ્ટ 2009ના રોજ વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સને રૂ. 300 કરોડ અને 31 ઓક્ટોબર 2011ના રોજ વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ. 750 કરોડની બેંકની વહેંચણીને મંજૂરી આપી હતી. આરોપો બાદ, 59 વર્ષીય ચંદાએ ઓક્ટોબર 2018માં ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપી દીધું હતું.
- Advertisement -
EDએ 2020 માં ચંદાના પતિની પણ ધરપકડ કરી હતી
મે 2020 માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કરોડો રૂપિયાની લોન અને તેનાથી સંબંધિત અન્ય બાબતોમાં ચંદા કોચર અને તેના પતિની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધી હતી. આ પછી EDએ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.
વાસ્તવમાં વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતના ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે સારા બિઝનેસ સંબંધો હતા. આ જ કારણ હતું કે વીડિયોકોન ગ્રૂપની મદદથી બનેલી કંપનીનું નામ દીપક કોચરના પિનેકલ એનર્જી ટ્રસ્ટના નામ પર રાખવામાં આવ્યું હતું. વેણુગોપાલ ધૂતે દીપક કોચરની આ કંપની દ્વારા મોટી રકમની છેતરપિંડી કરી હતી.