-કેનેરા બેન્ક સાથે ઠગાઈના ઈરાદે જ કંપનીના ભંડોળમાંથી કમીશન-ખર્ચના ખોટા ખર્ચ દર્શાવી નાણા ટ્રાન્સફર કરી લીધા: પત્ની ઉપરાંત બેન્ક અધિકારીની પણ સંડોવણી
દેશની એક સમયની સૌથી મોટી એરલાઈન જેટ એરવેજના પુર્વ સ્થાપક- ચેરમેન નરેશ ગોપાલની બ્રેન્ડફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં મધરાતે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે તમોને એન્ફોર્સમેન્ટ વિભાગની કચેરીએ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં તમોને રાત્રી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ ઈડી કસ્ટડીમાં લઈ લેવાય હતા આજે તમોને અદાલતમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવાશે.
- Advertisement -
74 વર્ષીય નરેશ ગોપાલ એક સમયે ભારતીય એવિએશન ઈન્ડસ્ટ્રીઝના હાઈ પ્રોફાઈલ ‘બોસ’ ગણાતા હતા તેમની એરલાઈન જેટ એરવેજએ જે બેન્ક લોન મેળવી હતી તેમાં ઈરાદાપૂર્વકના ફ્રોડ તથા મનીલોન્ડ્રીંગનો અપરાધ થયો હોવાનું જાણતા તેમની સામે તપાસ શરુ કરવામાં આવી હતી.
ગત નવેમ્બર માસમાં તેમની કેનેરા બેન્કની રૂા.539 કરોડની લોનમાં છેતરપીંડી-ગુન્હાહીત ષડયંત્ર અપરાધીક વિશ્વાસ ભંગ સહિતના અપરાધો નોંધાયા હતા જેમાં તેમના પત્ની અનિતા ગોયલ તથા સાથીદાર ગૌરાંગ શેટ્ટી અને બેન્કના અધિકારીઓની સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં બાદમાં કેનેરા બેન્ક જેટ એરવેઝને કુલ રૂા.848.86 કરોડની લોન આપી હતી અને તેમાં રૂા.538.63 કરોડની રકમ બાકી હતી.
ગત વર્ષે જેટ એરવેજના બેન્ક ખાતાને ફ્રોડ જાહેર કરવામાં આવ્યું હતું. જેટ એરવેજે તેની સહયોગી કંપનીઓમાં રૂા.1410.41 કરોડની જંગી રકમ કમીશન પેટે ચુકવી હતી. જે વાતમાં કોઈ માન્ય કમીશન ન હતું પણ બેન્ક ધિરાણના આધારે નાણાની હેરાફેરી હતી તથા જેટ એરવેજમાંથી મોટુ ભંડોળ ડાઈવર્ટ કરાયું હતું.
- Advertisement -
ઉપરાંત રૂા.403.27 કરોડનો જ ખર્ચ કંપનીના દર્શાવ્યા હતા તે પણ સ્ટાન્ડર્ડ-બીઝનેસ પ્રેકટીસ મુજબના હતા. જેટ એરવેઝની આસપાસ અન્ય કંપનીઓ ઉભી કરીને તેમાં નાણા ડાઈવર્ટ કરીને આ રીતે બેન્કોના નાણા ડુબાડવાનો પ્રયાસ થયો હતો.
નરેશ ગોયલ ભારતીય એવીએશન ઈન્ડસ્ટ્રીઝના ચાર્મીંગ બોલમાંથી ફ્રોડ માસ્ટર
ભારતીય ખાનગી વિમાની ઉદ્યોગ હજુ પા-પા નજરે જોવાતા હતા પણ એક તરફ એવીએશન ઉદ્યોગના કપરા દિવસમાં અને બીજી તરફ સંચાલનમાં ફ્રોડની જેટ એરવેજ ફડચામાં ગઈ હતી. 2018થી જ પગલી કરતો હતો તે સમયે જેટ એરવેજની સ્થાપના કરીને નરેશ ગોયલ એક સાહસીક બોસ તરીકે જાણીતા બન્યા હતા અને કોર્પોરેટ ક્ષેત્રમાં તેઓને સન્માનની જેટ એરવેજ નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ હતી અને બેન્ક ધિરાણ પરત નહી આપતા તેને લોન આપનાર બેન્કોએ ફોરેન્સીક ઓડીટ કરાવતા ગોયલના ગોટાળા બહાર આવ્યા હતા.