JDU ના પૂર્વ પ્રમુખ શરદ યાદવએ આજે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. આ મામલે શરદ યાદવની પુત્રી સુભાષિની શરદ યાદવે ટ્વીટ કરીને કહ્યું- પાપા હવે નથી. તેવી માહિતી આપી
બિહારના રાજકારણમાં ખૂબ ચાહના અને ઓળખ ધરાવતા શરદ યાદવના નિધનથી તેના સમર્થકોમાં શોકનું મોઝૂ ફરી વળ્યું છે.સમાજવાદી રાજનીતિને પગલે લોકપ્રિય બનેલા નેતા શરદ યાદવએ આજે દુનિયાને અલવિદા કહી છે. તેઓએ ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં આખરી શ્વાસ ખેંચ્યા છે.અનેરી લોક ચાહના ધરાવતા શરદ યાદવએ પોતા આ પોતાના કાર્યકાળ દરમિયાન રાજકારણમાં અનેક ઉત્તર ચડાવ જોયા હતા. બિહારમાં લાલુ રાજના સાક્ષી હતા. એટલું જ નહીં જમીન પર જેડીયુને મજબૂત બનાવવામાં તેઓનું યશસ્વી યોગદાન રહ્યું છે ઉપરાંત રાજકીય ઘટનાઓમાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી છે.
- Advertisement -
Former Union Minister Sharad Yadav passes away, confirms his daughter through a Facebook post. pic.twitter.com/p56lUeqz7B
— ANI (@ANI) January 12, 2023
- Advertisement -
PM મોદીએ વ્યક્ત કર્યો શોક
બીજી તરફ PM મોદીએ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે શરદ યાદવજીના નિધનથી હું દુઃખી છું. તેમણે જાહેર જીવનમાં સાંસદ અને મંત્રી તરીકે અલગ ઓળખ ઊભી કરી છે. ડૉ. લોહિયાના આદર્શો પ્રેરણા મળી હતી, ત્યારે શરદ યાદવના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.
Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 12, 2023
શરદ યાદવનો જન્મ 1 જુલાઈ 1947ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના બંધાઈ ગામમાં થયો હતો. એક ખેડૂત પરિવારમાં શરદ યાદવ જનમ્યા હતા. પ્રાથમિક શિક્ષણ દરમિયાન વાંચન અને લેખનમાં તેઓ ખૂબ જ ઝડપી હતા. બાદમાં શરદ યાદવે સક્રિય રાજકારણમાં જોડાઈ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ઓળખ બનાવી છે. બિહારના રાજકારણમાં મોટું સ્થાન હાંસલ કરનાર નેતા શરદ યાદવએ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પછી બિહારમાં રાજકીય ઝંડો ફરકાવ્યો હતો.