ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી નબળા ફોર્મથી ઝઝૂમી રહ્યાં છે. આઈપીએલ સહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લાં ત્રણ વર્ષથી કોહલી સદી બનાવી શક્યા નથી. હાલમાં કોહલીને ટી-20 ટીમમાંથી ડ્રોપ કરવાની વાત કહેનારા કપિલ દેવે એક વખત ફરીથી વિરાટ પર મોટુ નિવેદન આપ્યું છે. એક ન્યુઝ પોર્ટલ સાથેની ખાસ વાતચીતમાં કપિલ દેવે કહ્યું કે વિરાટ કોહલી મોટા ખેલાડી છે. જો તમે તેને રેસ્ટ આપ્યો છે તો આ કોઈ મોટી વાત નથી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કેવીરીતે તેમને ફોર્મમાં પાછા લાવી શકાય.
વિરાટને ડ્રોપ કરવા ખોટા નથી: કપિલ દેવ
- Advertisement -
1983માં ભારતને પહેલી વખત વિશ્વ કપ જીતાડનારા પૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, મારું માનવુ છે કે વિરાટ કોહલીમાં ક્રિકેટ હજુ બાકી છે. તેમણે જાતે મહેનત કરવાની જરૂર છે. કોહલીએ પોતાની જાત સાથે લડાઈ લડવી પડશે. પરંતુ જો વિરાટ આઉટ ઑફ ફોર્મ છે તો તેમને ડ્રોપ કરવા અયોગ્ય નથી.
જો વિરાટ આરામ કરવા માંગે છે તો IPLમાં કરે: કપિલ દેવ
- Advertisement -
ટી-20 વિશ્વ કપમાં શું વિરાટ જરૂરી છે? જેના જવાબમાં કપિલ દેવે કહ્યું, હા હુ ઈચ્છુ છુ કે કોહલી વિશ્વ કપ રમે, પરંતુ તેના માટે તેમણે ફોર્મમાં પાછુ આવવુ પડશે. જેના માટે તેમણે રમવુ પડશે. એવામાં જો વિરાટ આરામ કરશે અને રમશે નહીં તો ફોર્મમાં કેવીરીતે આવશે. તેમણે વધુમાં કહ્યું, વિરાટ 34 વર્ષના છે. જો તેમ છતા આરામ કરવા માંગે છે તો મને આશ્ચર્ય લાગે છે. જો તેમને આરામ કરવો છે તો આઈપીએલમાં કરો. હા મેં કહ્યુ કે જો તેઓ રન બનાવતા નથી તો તેમને ડ્રોપ કરી દેવા જોઈએ. પરંતુ મારું માનવુ છે કે વિરાટે મહેનત કરવી જોઈએ અને ટીમમાં વાપસી કરવી જોઈએ.