નવી દિલ્હીમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાએ માનસરમાં જમીન સંપાદનમાં કથિત રીતે અનિયમિતતાઓની મની લોન્ડરિંગની તપાસ હેઠળ પુછપરછ કરવામાં આવી રહી છે. ઇડીએ હુડ્ડાને પુછપરછ માટે બોલાવ્યા હતા. હાલમાં આ વિશે કોંગ્રેસ અને હુડ્ડાના નજીકના લોકોમાંથી કોઇના નિવેદનો આવ્યા નથી.
વર્ષ 2004-07 દરમ્યાન માનેસરમાં જમીન અધિગ્રહણમાં કથિત અનિયમિતતાઓની મની લોન્ડ્રિંગની તપાસ હેઠળ આજે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાની પુછપરછ કરી છે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડીએ ધન શોધન નિવારણ અધિનિયમ (PMAL)ના સુચનો હેઠળ હુડ્ડાનું નિવેદન નોંધઅયું છે. ઇડીની તપાસ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નોકરશાહીની કથિત મિલીભગતથી 2004થી 2007ની વચ્ચે હરિયાણાના માનેસરમાં ભૂમિના ગેરકાનુની સંપાદનથી સંબંધિત છે.
કેટલાય ખેડૂતો અને જમીન માલિકોને આરોપ લગાવ્યો હતો કે જમીન સંપાદન કેસમાં તેમની સાથે લગભગ 1,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. એજનસીએ હરિયાણાના પોલીસની એફઆઇઆરના આધાર પર સપ્ટેમ્બર, 2016માં કથિત જમીન કૌંભાંડ સોદામાં PMAL કેસ નોંધાવ્યો હતો. કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે.