વિવિધ ગુજરાતી સમુદાય દ્વારા આયોજન, સંવાદ થશે: ફેસબુકમાં લાઈવ જોઈ શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
હાલ અમેરિકાના પ્રવાસે રહેલા પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનું આવતીકાલે કેલિફોર્નિયામાં અહી વસતા ગુજરાતી સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે.કેલિફોર્નિયાના સનાતન ધર્મ મંદિર ખાતે આયોજીત કરાયેલા આ કાર્યક્રમમાં અહી વસતા જૈન સમાજ, આહિર સમાજ, સુરતના લેઉવા પાટીદાર સહિતના સમાજો જોડાશે. આવતીકાલે યોજાનારો આ કાર્યક્રમ સ્થાનિક સમય મુજબ સાંજે 7.30 થી રાત્રીના 9.30 વાગ્યાના સમયમાં યોજાશે અને ફકત આમંત્રીતો માટેના આ કાર્યક્રમમાં ડિનર અને પુર્વ મુખ્યમંત્રી સાથે સીધા સંવાદનો કાર્યક્રમ પણ યોજાશે અને તેનું ફેસબુક લાઈવ પ્રસારણ થશે.



