જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સભા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં તા. 19 ઓકટોબરનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં સંભવિત કાર્યક્રમને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ 22 જેટલી કમિટીની રચના કરવામાં આવી છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં મેદાનમાં સભા થવાની હોય અહીં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ મનપા દ્વારા શહેરનાં મુખ્ય માર્ગની સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ કચેરીએ મુખ્ય સંકલન સમિતિમાં 15 અધિકારીઓ મૂકયાં છે, મુખ્ય સ્ટેજ વ્યવસ્થાપન અને સુશોધન સમિતિમાં 13 સભ્યો રાખ્યા છે. મહાનુભાવોની સુરક્ષા માટે રચાયેલી સમિતિમાં પોલીસ અધિકારી સાથે નવ સભ્યો છે. મંડપ વ્યવસ્થાપનમાં સાત, બેઠક વ્યવસ્થાપનમાં 25, નાગરિક પ્રજાજનોને લાવવા-પરત લઇ જવાની કમિટીમાં 24, પાર્કિંગ વ્યવસ્થાપનમાં 13 સભ્યો છે. એ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનની ફાળવણીમાં આઠ, ફુડ પેકેડમાં 10, આમંત્રણ પત્રિકા વિતરણમાં 14, પાસ માટેની કમિટીમાં પાંચ, સફાઇ માટે ચાર, હેલીપેડ તથા ર્ક્ર મેમ્બર વ્યવસ્થાપનમાં ચાર, આવાસ અને ભોજન વ્યવસ્થામાં પાંચ, આરોગ્ય સમિતિમાં ચાર, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બેઠક વ્યવસ્થામાાં પાંચ, મિડીયા કમિટીમાં પાંચ, ફાયર ફાયટરમાં છ, આહાર અને પીણા તપાસણીમાં 2, ફાયર સેફ્રિટ અને સ્ટેબિલિટીમાં પાંચ, વીજ પુરવઠા નિયમનમાં ત્રણ અને ક્ધટ્રોલ રૂમ સમિતિમાં પાંચ સભ્યોની નિયુકિત કરવામાં આવી છે. આટલી બઘી કમિટી પણ જિલ્લા કલેકટરનો આદેશ છે કે સુપ્રત કરેલી કામગીરીમાં વધુ સ્ટાફની જરૂરિયાત જણાય તો તાબાના સ્ટાફની નિમણૂક કરવા હુકમની નકલ મોકલી આપવાની રહેશે. 22 જેટલી કમિટીના વડા અને તેમની હેઠળના સભ્યોને સ્થળ મુલાકાત ઉપરાંત તમામ પ્રકારની કામગીરી સમયસર પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.