રાજકોટ તા.૧૧ ઓકટોબરઃ- ઔદ્યાગિક તાલીમ સંસ્થા, મોરબી રોડ, રાજકોટ, નાગેશ્વર મંદિર પાસે, જામનગર રોડ ખાતે ચાલી રહેલા વિવિધ અભ્યાસક્રમોમાં ભરતી સત્ર-ઓગસ્ટ-૨૦૨૧(ચોથા રાઉન્ડ) માં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ માટે ફોર્મ ભરવાની પ્રકિયા શરુ થઈ ચુકી છે.
ભરેલા ફોર્મ સંસ્થા ખાતે રજીસ્ટર કરવવા માટે તા. ૨૬/૧૦/૨૦૨૧ સુધીમાં સાંજના ૬:૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે. તા. ૨૭/૧૦/૨૧ ના મેરીટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ પ્રવેશ તા. ૨૮/૧૦/૨૦૨૧ થી ૩૦/૧૦/૨૦૨૧ દરમ્યાન આપવામાં આવશે તેમ આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોરબી રોડ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.