હુમલો કરનાર કારમાં ધસી આવેલા પંદર હુમલાખોર CCTVમાં કેદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
મુળી તાલુકાના સરલા ગામે વન કર્મચારી પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૂળી તાલુકાના સરલા ગામના પ્રતાપસિંહ ગગજીભાઈ સોલંકી ધ્રાંગધ્રા નોર્મલ રેન્જના રાજસીતાપુર રાઉન્ડ વિસ્તારમાં ફરજ બજાવે છે તેઓ રવિવારે બપોરના સમયે અડધ દિવસની રજા મૂકી ઘરે પોતાનું બાઈક લઈને પરત ઘરે જતા હોય તેવા સમયે બાઇક રોંગ સાઈડમાં ચલાવવા બાબતે માથાકુટ થતા બે સ્કોર્પિયો કારમાં આવેલા પંદર જેટલા ઈસમો દ્વારા વન કર્મચારીના બાઈક સાથે કારની ટક્કર મારી હથિયારો લઇ કારમાંથી નીચે ઉતરી ગયા હતા આ તરફ વન કર્મચારી પોતાનો બચાવ કરવા માટે બાઈક મૂકી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો છતાં હુમલાખોરો દ્વારા કર્મચારી પર હુમલો કરી નાશી છૂટયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ઇજાગ્રસ્ત કર્મચારી દ્વારા પોતાના વન વિભાગના અધિકારીને જાણ કરતા સીસીટીવી ફૂટેજ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જ્યારે મૂળી પોલીસ દ્વારા વન કર્મચારીના નિવેદનને આધારે ફરિયાદ નોંધાવાની પણ તજવીજ હાથ ધરી હતી.
- Advertisement -
ખનિજ માફિયાઓ દ્વારા હુમલો કરાયો હોવાની ચર્ચા
સરલા ગામે વન કર્મચારી પર હુમલાની ઘટનામાં બે દિવસ પૂર્વે કળમાદ ગામે ઝડપાયેલ સફેદ માટીનું ખનન જવાબદાર હોવાનું સામે આવ્યું છે જેમાં કળમાદ ગામના જ કેટલાક ખનિજ દ્વારા વન કર્મચારી પર હુમલો કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
ગુનો નોંધાયેલો હુમલાખોરોના નામ
- Advertisement -
અરજણભાઈ વાઘાભાઈ રોજિયા, ઇસુભાઈ વિહાભાઈ રબારી, ગોપાલભાઈ મેરુભાઈ રબારી, રવિનભાઈ સુરાભાઈ રબારી, ગભરુભાઈ કરશનભાઈ રબારી તથા દશ અજાણ્યા ઈસમો.