ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં ધાવા ગીર ગામના ખેડૂત જમકુબેન પરસોતમભાઈ ભલાણી ની લુશાળા રોડ ઉપર આવેલ વાડીમાં અકસ્માતે કુવામાં પડી ગયેલ સિંહણ ને વનવિભાગ ની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ સિંહણ ને સલામત રીતે બહાર કાઢી હતી.
સિંહણ કુવામાં પડી ગયાની જાણ વાડી માલિકે વનવિભાગને કરતા ગીર પશ્ચિમ વિભાગના ડી.સી.એફ.તોમરે તાલાલા રેન્જ ના આર.એફ.ઓ.ધવલભાઈ વઘાસિયા,વનપાલ પ્રવિણભાઈ વાળા,ફોરેસ્ટ ગાર્ડ મનીષભાઈ રવિયા,ટ્રેકર ટીમને તુરંત બનાવનાં સ્થળે રવાના કરી હતી.વનવિભાગના સ્ટાફે કુવા ઉપર માંચડો ગોઠવી કુવામાંથી સિંહણને સલામત રીતે બહાર કાઢી હતી.કુવામાં પડી ગયેલ સિંહણ ની ઉંમર અંદાજે પ વર્ષની છે.કુવામાંથી હેમખેમ બહાર લાવેલ સિંહણ ને સાસણ ગીરના વેટરનરી ડોક્ટરો એ પ્રાથમિક સારવાર આપી જંગલ વિસ્તારમાં મુક્ત કરી હતી..ગણતરીના સમયમાં સિંહણને હેમખેમ બહાર કાઢવામાં આવતા વન વિભાગની કામગીરીને વન્યપ્રાણી તથા પર્યાવરણ પ્રેમીઓએ બિરદાવી હતી.