ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમા તળીયુના તળાવ ઉપર જુના વસુંધરા ગામે જવાના મારગે ઠાઠર ગૌચરમા બાવળની કાંટમાથી વિદેશી દારૂની બોટલો નંગ-1152 કિ રૂ. 14,97,600/- નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમા તળીયુના તળાવ ઉપર જુના વસુંધરા ગામે જવાના મારગે ઠાઠર ગૌચરમા બાવળની કાંટમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલો નંગ-1152 કિ રૂ. 14,97,600/- ના મુદામાલ પકડી આરોપી અજાણ્યો શખ્સ સ્થળ પર હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી અજાણ્યા ઈસમ વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.



