સ્વીઝ-એમીરાત સહિતની બેન્કોએ અનેક ભારતીયોના ‘ખાતા’ બંધ કર્યા
જો તમો એમ માનતા હો કે દેશના ટોચના અબજોપતિઓને આવકારવા વિશ્વની કોઈપણ ઈન્ટરનેશનલ બેન્કો લાલ જાજમ બીછાવે છે તો તેમાં હવે ‘શરતી’ શબ્દ ઉમેરવો પડશે અને પ્રભાવશાળી- અબજોપતિઓને તેમના ખાતા બંધ કરવા આંતરરાષ્ટ્રીય બેન્કોએ જણાવ્યું છે.
- Advertisement -
ખાસ કરીને જે ‘હાઈનેટવર્થ ઈન્ડીવ્યુડલ’ માં જે કરવેરાની દ્રષ્ટિએ HNi ગણાય છે તેઓને આ પ્રકારની સૂચનામાં આ બેન્કો તરફથી મળે છે. આમ આદમીને પણ બેન્કોએ તેના બચત ખાતામાં મીનીમમ બેલેન્સ રાખવી પડે છે નહીતર બેન્કો મોટો દંડ લે છે. આવી જ સ્થિતિ હવે ધનવાન ભારતીયોની આ વિદેશી બેન્કોના ખાતાઓમાં છે.
એક તરફ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ભારતીયોને તેમના વિદેશી બેન્ક ખાતાઓમાં વધુ પડતી મોટી રકમ કોઈ ઉપયોગ વગર લાંબો સમય જમા નહી રાખવા અને આ નાણા દેશમાં લઈ આવવા જણાવ્યું છે જેની ડોલર સહિતની વૈશ્વિક મજબૂત કરન્સીઓનો ભારતમાં પ્રવાહ જળવાઈ રહે તે જોવાનો આરબીઆઈનો ઉદેશ છે પણ હવે તેની સામે બે મોટી વૈશ્વિક બેન્કો સ્વીસ બેન્ક તથા અમીરાત ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુટ બે ડઝન જેટલા ભારતના ધનપતીઓ સાથેના તેના સંબંધોને સસ્પેન્ડ કર્યા છે.
આ તમામ બેન્ક ખાતા રીઝર્વ બેન્કની લીબરાઈઝડ રેમીટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ ખોલવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2.50 લાખ ડોલર વિદેશમાં શેર, પ્રોપર્ટી તથા તેના આશ્રીત સંબંધીઓના ભરણપોષણ માટે મોકલી શકાય છે પણ અનેક ધનપતિએ આ સ્કીમ હેઠળ દર વર્ષે આ મોટી રકમ વિદેશી બેન્કોમાં ટ્રાન્સફર કરી છે પણ તેનો ઉપયોગ કરતા નથી.
- Advertisement -
હવે આ યાદી બેન્કોએ મીનીમમ બેલેન્સનાં નિયમમાં સુધારો કરીને 10 લાખ ડોલર કરી છે અને તે સાથે એ પણ આગ્રહ રાખે છે કે, આ ગ્રાહકો બેન્કના વેલ્થ મેનેજમેન્ટ સર્વિસનો પણ ઉપયોગ કરે અને તેના આધારે તમો વિદેશમાં શેરની પ્રોપર્ટી ખરીદ વેચાણના વ્યવહાર કરે તે જરૂરી છે. ઉપરાંત તે પણ આ પ્રકારે નાણાનો યોગ્ય વ્યવહાર કરે તે પણ નિશ્ચિત કરવા માંગે છે અને અમીરાત બેન્કે તો આ પ્રકારે જે ગ્રાહકો તેની સેવાનો ઉપયોગ કરતા ન હોય તેના બેન્કમાં જમા રકમના ડ્રાફટ પણ મોકલી આપ્યા છે.
જો કે બીજી તરફ એલઆરએમના હેઠળ મર્યાદીત નાણા જ ટ્રાન્સફર કરી શકતા હોય તેની ભારતીયો વધુ નાણા પણ મોકલી શકતા નથી તેમને આવી આ ધનપતિઓને તેમની વિદેશી બેન્કોમાં જમા રકમ કાંતો તાત્કાલીક વિદેશમાં ઈન્વેસ્ટ કરવી પડે છે અથવા તો તે પરત ભારત લાવવી પડે છે અને બેન્કો આ સ્થિતિમાં તેમને જેમાં વધુ ફી મળતી હોય તેવી પ્રોપર્ટી કે શેરમાં રોકાણની સલાહ આપે છે.
વિદેશી બેન્કો હવે ઓછી બેલેન્સવાળા ભારતીય કે અન્ય વિદેશીઓના ખાતાઓ રાખવા માંગતી નથી. બેન્કોને સંચાલન ખર્ચ વધુ આવે છે. ઉપરાંત જો ભારતમાં નાણા પરત આવે તો તમોને ‘ફેમા’ હેઠળ પણ સાવધ રહેવું પડશે.