-10માંથી ફરી 8મા ક્રમે આવ્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના બીજા ક્રમના સૌથી અમીર મુકેશ અંબાણીએ અબજોપતિઓની યાદીમાં છલાંગ લગાવી છે. અંબાણી ‘ફોર્બ્સ’ની રિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડેકસમાં 10મા ક્રમથી છલાંગ લગાવીને આઠમા ક્રમે પહોંચી ગયા છે.
- Advertisement -
અંબાણીએ લેરી પેજ અને સર્ગેઈ બ્રિન જેવા અબજોપતિઓને પાછળ રાખી દીધા છે. ‘ફોર્બ્સ’ની રિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડેકસ અનુસાર 65 વર્ષના અંબાણીની કુલ દોલત 84.0 અબજ ડોલર છે.
જયારે આ યાદીમાં ભારતના વધુ એક અમીર ગૌતમ અદાણી ચોથા સ્થાને છે અને તેમની સંપતિ 124.4 અબજ ડોલર છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે 40.4 અબજ ડોલરનું અંતર રહ્યું છે.
ઉલ્લેખનીય છે કેરિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડેકસ 24 કલાક અબજોપતિઓની સંપતિનું આકલન કરે છે અને તેના અનુસાર યાદી પ્રકાશિત કરે છે. એ પણ કારણ હોય છે કે એક દિવસમાં પણ અનેક વાર યાદીમાં ફેરફાર જોવામાં આવી શકે છે.