-પ્રથમ સ્થાને ફ્રાન્સની લકઝરી ગુડસ કંપનીના વડા: મુકેશ અંબાણી નવમા ક્રમે
ટવીટરનો લોગો બદલીને ફરી ચર્ચામાં આવનાર અમેરિકી સાહસિક એલન મસ્ક વિશ્વના નંબર વન અબજોપતિના સ્થાનેથી ગગડયા છે અને તેમનું સ્થાન હવે ફ્રાન્સની લકઝરી ગુડસ જાયન્સના ચેરમેન બેર્નાડ એલ્નોર્ટે લીધી છે
- Advertisement -
તો ભારતીયો માટેના સમાચારમાં ફોબર્સની યાદીમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એશિયાના નંબર વન સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે તેને વિવાદોમાં સપડાઈને વિશ્વના નંબર-ટુ ધનવાનનું સ્થાન ગુમાવનાર ગૌતમ અદાણી હવે છેક 24માં સ્થાને ધકેલાયા છે. એલન મસ્કની સંપતિ 180 બીલીયન ડોલરની આંકવામાં આવી છે. ગત વર્ષ કરતા 39 બિલિયન ડોલર ઘટી છે. ટવીટણ ખરીદયા બાદ મસ્ક સતત સંપતિમાં ઉપર નીચે જઈ રહ્યા છે તેની ટેસ્લા કંપનીના શેર 50% ઘટયા છે.
જો કે તેમનો સ્પેસ એકસ પ્રોજેકટ તેને હજું નંબર-ટુ બીલીયોનર્સ તરીકે રાખે છે. ફ્રાન્સની લકઝરી ગુડસ કરતી તો 2022નો રેકોર્ડબ્રેક નફો તેના ચેરમેનની 25% વધારી દીધી છે. મુકેશ અંબાણીની સંપતિ 83.4 બિલીયન ડોલર છે અને વિશ્વના નંબર 9 ધનપતિ બની ગયા છે. જો કે વિશ્વના ટોચના 25 ધપતિઓની કુલ સંપતિ ઘટીને 2.1 ટ્રીલીયન ડોલર રહી છે જે ગત વર્ષ કરતા 200 બિલીયન ડોલર ઓછી છે.