કિન્નર અખાડાએ માત્ર 7 દિવસમાં જ મમતા કુલકર્ણી પાસેથી મહામંડલેશ્વરનો મુગટ છીનવી લીધો, જાણો એ 5 કારણો કે જેણે લઈ કિન્નર અખાડાએ આ નિણર્ય લીધો….
કિન્નર અખાડામાં જ મમતા કુલકર્ણી પર મતભેદ હતો. પરંતુ હવે આ મૂંઝવણનો અંત આવ્યો છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયદાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે. મમતાને આ પદવી આપનાર આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ અખાડાએ બહારનો રસ્તો બતાવ્યો છે. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણી પર નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં મમતા કુલકર્ણી સામે કાર્યવાહીનું કારણ આપવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે, મમતા કુલકર્ણીના એવી કઈ વાતો છે કે, જેણે કિન્નર અખાડાએ આ નિર્ણય લેવો પડ્યો ? આખરે માત્ર 7 દિવસમાં મમતા પાસેથી આ તાજ કેમ છીનવાઈ ગયો?
- Advertisement -
પહેલી વાત: કિન્નર અખાડાની પહેલી સમસ્યા એ હતી કે, મમતા કુલકર્ણીને સીધી રીતે મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. મમતા કુલકર્ણીએ પહેલા ત્યાગની દિશામાં આગળ વધવું જોઈતું હતું. તેમણે સાધુ બનવું જોઈતું હતું. પછી જો તેમને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હોત તો કદાચ કોઈ સમસ્યા ન હોત. કિન્નર અખાડા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજી વાતઃ મમતા કુલકર્ણી ફિલ્મ જગતની છે. ફિલ્મી દુનિયામાંથી આવવું એ કોઈ મોટું કારણ નહોતું. તેનું સાચું કારણ ફિલ્મોમાં તેનો બોલ્ડ અવતાર છે. તેણે 90ના દાયકામાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. કિન્નર અખાડાના ઘણા લોકોને આ વાત સામે વાંધો હતો.
ત્રીજી વાતઃ મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ સાથે પણ જોડાયેલું હતું. આરોપ છે કે, મમતાએ ફિલ્મી દુનિયા છોડીને દુબઈમાં ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. એક તબક્કે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. તેમની સામે દેશદ્રોહના આરોપો છે અને અંડરવર્લ્ડ સાથે કનેક્શનના આરોપો પણ લાગ્યા છે.
- Advertisement -
ચોથી વાત: અખાડાઓનો નિયમ છે કે, જે વ્યક્તિ મહામંડલેશ્વર બને છે તે સન્યાસી હોવો જોઈએ અને તેનું મુંડન કારવેલું હોવું જોઈએ. સન્યાસ વિધિ વિના માન્ય નથી. મમતા કુલકર્ણી ન તો સાધુ હતી અને ન તો તેણે મુંડન વિધિ કરાવી હતી.
પાંચમી વાતઃ કિન્નર અખાડાના નિયમો અનુસાર અખાડાના સાધુઓએ ગળામાં વૈજંતી માળા પહેરવાની હોય છે. પરંતુ મમતા કુલકર્ણીએ રૂદ્રાક્ષની માળા પહેરાવી હતી. મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વરનું બિરુદ કિન્નર અખાડાના નિયમો અનુસાર નહોતું.
આ બધી એવી બાબતો છે જેના કારણે અખાડાના સભ્યો વચ્ચે અણબનાવ થયો હતો. કિન્નર અખાડાનો એક મોટો વર્ગ મમતા કુલકર્ણીની પૃષ્ઠભૂમિને કારણે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. આ જ કારણ છે કે આજે કિન્નર અખાડાના સંસ્થાપક મમતા કુલકર્ણી તેમજ આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને બહારનો રસ્તો બતાવ્યો. આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી 2015-16ના ઉજ્જૈન કુંભમાં મહામંડલેશ્વર બન્યા હતા.