કુલ ઈનામી રકમ વધીને 138.8 મિલિયન થઈ : 30 સપ્ટેમ્બરથી શરૂ થશે વર્લ્ડ કપ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
ICCએ મહિલા ODI વર્લ્ડ કપની ઈનામી રકમમાં ચાર ગણો વધારો કરીને ઈતિહાસ રચ્યો છે. કુલ ઈનામી રકમ વધીને 138.8 મિલિયન (લગભગ 122.5 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. આ પુરુષોના ICC વર્લ્ડ કપ 2023 કરતા 39 કરોડ રૂપિયા વધુ છે. ODIએ સોમવારે ઈનામી રકમની જાહેરાત કરી. મહિલા ઘઉઈં વર્લ્ડ કપમાં ચેમ્પિયન ટીમને 44.80 લાખ ડોલર (લગભગ 39.55 કરોડ રૂપિયા) ની ઈનામી રકમ મળશે જે ગયા વખત કરતા 13.20 લાખ ડોલર (લગભગ 11.65 કરોડ રૂપિયા) વધુ છે. આ ટુર્નામેત્રટના ઇતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ છે. તેનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે.તે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઈંઈઈ એ પોતાના નિવેદનમાં કહ્યું કે, ઈંઈઈ એ મહિલા ક્રિકેટ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. મહિલા ઘઉઈં વર્લ્ડ કપની રનર-અપ ટીમને હવે 22.4 લાખ (લગભગ રૂ. 19.77 કરોડ) મળશે, સેમિફાઇનલમાં હારનારી ટીમોને 11.2 લાખ (રૂ. 9.89 કરોડ) મળશે.ગ્રુપ સ્ટેજ જીતનારી ટીમોને 34,314 (લગભગ રૂ. 30.29 લાખ) મળશે. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેતી ટીમોને 700,000 (લગભગ રૂ. 6.17 કરોડ) અને સાતમા અને આઠમા સ્થાને રહેતી ટીમોને 2.80 લાખ (લગભગ રૂ. 2.47 કરોડ) મળશે. દરેક ભાગ લેતી ટીમને 2.50 લાખ (લગભગ રૂ. 2.21 કરોડ) મળશે.