ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હી ફાયર સર્વિસમાં બે રોબોટ હવે આગ ઓલવાનું કામ કરશે. તે સિવાય જો કટોકટીની પળોમાં ફાયર ફાઈટર્સ આગમાં સપડાઈ જશે તો આ રોબોટ્સ તેમનો જીવ બચાવવામાં પણ મદદરૂપ બનશે. આર્ટિફિશિયલ ઈન્ટિલેજન્સ આધારિત આ રોબોટ્સ ઓઈલ ટેન્ક જેવા જોખમી સ્થળોએ પણ પહોંચવા માટે સક્ષમ છે.
દિલ્હી ફાયર સર્વિસના કહેવા પ્રમાણે દિલ્હીની રાજ્ય સરકારે ફાયર યુનિટને ખાસ બે રોબોટ્સ ફાળવી આપ્યા છે. વારંવાર દિલ્હીમાં આગની ગંભીર ઘટનાઓ બનતી હોવાથી હવે આ રોબોટ્સ ગંભીર આગ ઠારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રિમોર્ટ કંટ્રોલથી ચાલતા આ રોબોટ્સ ગમે તેવી વિષમ સ્થિતિમાં આગ ઠારવા સક્ષમ છે. તે એટલે સુધી કે ઓઈલ ટેન્કર અથવા તો કેમિકલ ટેન્કમાં પણ એ જઈ શકશે અને એમાં લાગેલી આગ ઠારી શકશે.