- ઓનલાઈન આર્થિક વ્યવહાર બન્યો લોકપ્રિય : 2016માં લેવડ દેવડમાં યુપીઆઈનો હિસ્સો શૂન્ય હતો જે 2022માં વધીને 16.1 ટકાએ પહોંચ્યો
20 વર્ષમાં પહેલીવાર દિવાળીના સપ્તાહ દરમિયાન રોકડનું ચલણ ઘટયું હતું, હવે દેશ સ્માર્ટ ફોનથી પેમેન્ટ કરનાર બન્યો છે. સિસ્ટમમાં રોકડનું ઘટવું બેન્કો માટે ફાયદાકારક બન્યું છે. આંકડા અનુસાર સ્માર્ટફોનના માધ્યમથી 2021-22 દરમિયાન કુલ લેવડ-દેવડમાં યુપીઆઈની ભાગીદારી 16 ટકા, આઈએમપીએસની 12 ટકા અને ઈ-વોલેટની 1 ટકા રહી છે.
એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ અનુસાર લોકોમાં ડિઝીટલ પેમેન્ટ લોકપ્રિય થવાને કારણે આમ બન્યું છે. રોકડ પેમેન્ટ કરનાર ભારત હવે સ્માર્ટ ફોનથી પેમેન્ટ કરનાર દેશ બન્યો છે. આ દરમિયાન સીઆઈસી-રોકડ પ્રણાલીમાં 7600 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સીસ્ટમમાં ચાલી રહેલી મુદ્રામાં બેન્કમાં નોટ અને સિકકા આપે છે.
- Advertisement -
આ પહેલા વર્ષ 2009માં દિવાળી વાળા સપ્તાહમાં સીસ્ટમમાં રોકડમાં 950 કરોડનો ઘટાડો થયો હતો. રિપોર્ટ અનુસાર રોકડનું ચલણ 2016માં 88 ટકા હતું. જે 2022માં ઘટીને 20 ટકા રહી ગયું. વર્ષ 2027 સુધીમાં તે ઘટીને 11-15 ટકા રહી જવાનું અનુમાન છે તેની વિરુદ્ધ ડીઝીટલ લેવડ દેવડની ભાગીદારી 2016માં 11.26 ટકા હતી, જે વધીને 80.4 ટકાને પાર પહોંચી ગઈ છે. જે વર્ષ 2007માં 88 ટકા થઈ જવાનું અનુમાન છે. 2016માં કુલ લેવડ દેવડમાં યુપીઆઈનો હિસ્સો શૂન્ય હતો. 2022માં એ વધીને 16.1 ટકા પહોંચી ગયો હતો. 2021-22માં યુપીઆઈથી 84 લાખ કરોડની લેવડ દેવડ થઈ છે.