કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના સક્ષમ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ દીવ બીચ ગેમ્સ- 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આ પ્રથમ વખત આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે કેન્દ્રશાસિત પ્રદેશ માટે ગૌરવની વાત છે કે દીવ તેનું આયોજન કરશે. આજે દિવ બીચ ગેમ્સ-2024ના લોગો, માસ્કોટ, જર્સી અને વેબસાઈટનું લોકાર્પણ ઘોઘલા બીચ ખાતે પ્રશાસકના કમળના હસ્તે કરવામાં આ યુ હતુ. નોંધનીય છે કે આ 7 દિવસ લાંબી દીવ બીચ ગેમ્સ તા.4 થી 11 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે. દરમિયાન, 20 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 1200 થી વધુ ખેલાડીઓ રમતોમાં ભાગ લેશે. આ ગેમ્સમાં સમાવિષ્ટ રમતોની સંખ્યા 08 છે, જેમાં બીચ વોલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલખંભ, બીચ કબડ્ડી, ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વોરનો સમાવેશ થાય છે. આ ગેમ્સની શરૂઆત ઘોઘલા બીચ પર ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે થશે અને 11 જાન્યુઆરી, 2024ના રોજ આઈએનએસ ખુકરી, દીવ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે. આ ઇવેન્ટનો લોગો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેમાં લાઇટ હાઉસ, બીચ અને વારલી કલાનો સમાવેશ થાય છે. માસ્કોટને પ્રેમથી ’પર્લ’ નામ આપવામાં આવ્યું છે, જે દીવના દરિયામાં જોવા મળતી ડોલ્ફિનનું કાલ્પનિક રૂપાંતરણ છે. તે રમત દરમિયાન ચપળતા, બુદ્ધિ અને વ્યૂહાત્મક કુશળતાનું પ્રતીક છે.
ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન દીવમાં થશે

Follow US
Find US on Social Medias