જાનિક સિનરે 23 વર્ષની ઉંમરે વિમ્બલ્ડન જીતનાર પ્રથમ ઇટાલિયન તરીકે ઇતિહાસ રચ્યો, તેણે કાર્લોસ અલ્કારાઝને ચાર સેટમાં હરાવ્યો.
પ્રથમ ઈટાલિયન ખેલાડી બન્યો સિનર
- Advertisement -
સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. આ સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કરી દીધો.
પહેલીવાર આવું થયું
બંને વચ્ચેની ફાઈનલ મેચ એટલા માટે પણ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયું હતું. ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો.