-મેકિસકો, ચીન, ફિલીપાઈન્સના કામદારો આ મામલે પાછળ રહ્યા
વિદેશમાં કમાણી કરીને ભારતમાં પૈસા મોકલનારામાં ભારતીયો આગળ છે. પહેલી વાર કોઈ દેશના રેમીટેન્સ 100 અબજ ડોલરે પહોંચ્યું છે, વર્લ્ડ બેન્કના અહેવાલમાં આ વિગત બહાર આવી છે.
- Advertisement -
ભારતીય રેમીટેન્સ (પ્રવાસી દ્વારા પોતાના મૂળ દેશમાં મોકલવામાં આવતા પૈસા) વિદેશમાં કમાણી કરીને પૈસા પોતાના દેશમાં મોકલવાની બાબતે સૌથી આગળ છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2021માં 89.4 અબજ ડોલર રેમીટેન્સ ભારત આવ્યા હતા, જે 2022માં 100 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

જયારે ભારત બાદ રેમીટેન્સ કમાવનારા દેશોમાં મેકસીકો, ચીન, ફિલીપાઈન્સ, ઈજીપ્ત, પાકિસ્તાન ટોપ ટેનમાં રહેવાની આશા છે. જેમાં મેકસીકોમાં 60 અબજ ડોલર, ચીનમાં 51 અબજ ડોલર, ફિલીપાઈન્સમાં 38 અબજ ડોલર અને પાકિસ્તાનમાં 29 અબજ ડોલર રેમીટેન્સ આવવાની સંભાવના છે.
- Advertisement -
જયારે ભારતમાં 100 અબજ ડોલર રેમીટેન્સ આવવાની શકયતા છે.ભારત માટે આ રકમ ગત વર્ષની તુલનામાં 12 ટકા વધારાનું અનુમાન છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્ષેત્રીય સ્તર પર દક્ષિણ એશિયામાં રેમિટેન્સ આ વર્ષે લગભગ 3.5 ટકા વધીને 163 અબજ ડોલરે પહોંચ્યું છે.



 
                                 
                              
        

 
         
         
        