અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, ટાઇટ સિકયૂરીટી, સાજીંદા, વાજીંદા અને ખ્યાતનામ ગાયક માર્ગી પટેલ, મૃદુલ ઘોષના કંઠે ખેલૈયાઓ ઝુમી ઉઠશે: માનવંતા મહેમાનોની રહેશે ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જગજનની જગદંબાના આરાધ્ય પર્વ નવલા નવરાત્રીના આગમને વધાવવા માટે છેલ્લા 25 વર્ષથી એક દિવસીય રાસોત્સવનું આયોજન કરતા ધૂમ ગ્રુપ દ્વારા આવતીકાલે શનિવારે રાજકોટમાં સર્વ પ્રથમ વનડે રાસોત્સવ માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમના મખમલી મેદાનમાં યોજાશે.
ધૂમ ગ્રુપના રાજુ વોડોલીયા અને તેમની ટીમ દ્વારા વેલકમ નવરાત્રીનું છેલ્લા 25 વર્ષથી એક દિવસીય રાસોત્સવનું આયોજન થાય છે. દર વર્ષે ખેલૈયાઓને કંઇક નવુ નજરાણું આપતા ધૂમ ગ્રુપ દ્વારા સળંગ 26માં વર્ષના રાસોત્સવમાં રાજકોટમાં પ્રથમ વખત જયાં ઇન્ટરનેશનલ ક્રિકેટરો રમ્યા છે અને દેશ-વિદેશના મહેમાનો આવી તેવા માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાલનો વનડે રાસોત્સવ યોજશે.
કાલે સાંજના છના ટકોરે રાસોત્સવનો રેસકોર્સના સ્ટેડિયમમાં આરંભથશે. ખ્યાતનામ ઓરકેસ્ટ્રા, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, દિવસને પણ ઝાંખવ આપે તેવા ઝળહળા સમા સુંદર લાઈટ ડેકોરેશન, વિદેશોમાં પણ ધૂમ મચાવી ચૂકેલા સાજીંદા, વાજીંદાઓ તેમજ જેના કંઠમાં કોયલનો સૂર પૂરાયો છે છે તેવા ખ્યાતનામ મહિલા ગાયક માર્ગી પટેલ અને મખમલી અવાજ ધરાવતા મુદ્દલ ઘોષના સ્વરના જાદુ પાથરશે. રાસોત્સવમાં સેલીબ્રિટી એન્કર તરીકે જીમ્મી અડવાણી સંચાલન કરશે.
ખેલૈયાઓ આવતીકાલના શનિવારના રાસોત્સવમાં થીરકવા થનગની રહ્યા છે. ધૂમ ગ્રુપના રાસોત્સવને કર્ણાવતી ઇન્ટર નેશનલ સ્કૂલ, ફોટોન ઇન્સ્ટીટયુટ, ફોર નીટ, લોર્ડસ સ્કૂલ, નેક્ષસ ઇન્ટરનેશનલ સ્કૂલ, પાંભર સાયન્સ એકેડમીનો સપોર્ટ મળ્યો છે.
- Advertisement -
સતીષભાઈ મહેતા (અબતક-એમ. ડી.), રામભાઈ મોકરિયા-સંસદ સભ્ય, રમેશભાઈ ટીલાળા-ધારાસભ્ય, ડો. દવે-દર્શિતાબેન શાહ-ધારાસભ્ય, માધવભાઈ દવે-ભાજપ પ્રમુખ, નરેન્દ્રસિહ જાડેજા-ડેપ્યુટી મેયર, જયમીનભાઈ ઠાકર-ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મનિષભાઈ રાડિયા-દંડક, મૌલેશભ મૌલેશભાઈ ઉકાણી-બાન લેબ, લેબ, પુષ્કરભાઈ પટેલ-એમ. જે. સોલંકી- મેન ઓફ મેનપાવર, ગોવિદભાઈ પટેલ-પૂર્વ ધારાસભ્ય, તબ ન જિલ્લા પંચાયત નીતિનભાઈ ભારદ્વાજ -ભાજપ અગ્રણી, ગુણવંતભાઈ ડેલાવાળા-સરગમ કલબ, રાજુભાઈ દોશી -અગ્રણી ઉધોગપતિ, અશ્વિનભાઈ મોલિયા-ભાજપ મહામંત્રી, પ્રફુલભાઈ નડીયાપરા-અગ્રણી બિલ્ડર, રાજદીપસિહ જાડેજા-રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ, તીર્થરાજસિહ એચ. ગોહિલ-(પ્રભારીરાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર)-ત્રાપજ, કથીરીયા-મીરાણી-ભાજપ શ્રદિપભાઈ શ્ર-પૂર્વ મેશ્વર, મહેશભાઈ રાજપુત મ કોંગ્રેસ અગ્રણી, ગોપાલભાઈ ઉનડકટ-કોંગ્રેસ અગ્રણી, અજયભાઈ બગડાઈ-કોસ્મોપ્લેક્ષ સિનેમા, રાજ દીપકભાઈ રાજાણી-આર.આર. ઈવેન્ટ, કૈલાશભાઈ નકુમ-બિલ્ડર, ર, જયેશભાઈ ઉપાધ્યાય-બોલબાલા ટ્રસ્ટ, ડી.વી. મહેતા-શિક્ષણશાસ્ત્રી, ભાગ્યેશભાઈ ભાગ્યેશભાઈ વોરા-ફ્રીડમ ગ્રુપ, પિન્ટુભાઈ રાઠોડ-ભાજપ અગ્રણી, શેખરભાઈ-સોનાલી રેસ્ટોરન્ટ, ધવલ સર- સારથી કોચિંગ, નાગદાનભાઈ ચાવડા-ભાજપ અગ્રણી, ડો. અમિત હપાણી-અગ્રણી તબીબ, ડો. એમ.વી. વેકરિયા-અગ્રણી તબીબ, ડો. અનુરથ સાવલીયા-સ્ત્ર સાવલીયા હોસ્પિટલ, ડો. સંજય દેસાઈ- વિંગ્સ હોસ્પિટલ, યશપાલસિહ જાડેજા (વાઈસ સેક્રેટરી ડી. યુરાલસિહ જડે સહિયર મયુરસિંહ જાડેજા- આશાપુરા મેડિકલ, યોગિનભાઈ છનિયારા- મશીન ટુલ્સ મેન્યુફેક્ચર્સ -પ્રમુખ, રાજુભાઈ બોરીયા-ભાજપ અગ્રણી, સુરૂભા જાડેજા-આર.ટી.ઓ, પ્રભાતભાઈ હુંબલ-સામાજિક અગ્રણી, યુસુફભાઈ જુણેજા-મુસ્લિમ અગ્રણી, ખીમજીભાઈ મકવાણા-ભાજપ અગ્રણી, અંજુબેન પાડલીયા-કાયાપલટ ફાઉન્ડર, તુષારભાઈ લાઠીયા-વેપારી અગ્રણી, સતીષ ભીમજીયાણી-ભાજપ પ્રભારી-વિછીયા, જસદણ ઉપસ્થિત રહેશે.



