ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી 50 વર્ષની વય પછી કાર્યક્રમો થકી થતી આવક આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સાધુ સમાજ દ્વારા બનાવવામાં આવનાર હનુમંત વિદ્યાર્થી ગૃહ છાત્રાલય માટે તેઓએ રૂપીયા 1.25 લાખનું દાન કર્યુ હતુ. જિલ્લા સાધુ સમાજના દેવીદાસભાઈ દુધરેજીયા, વલ્લભદાસભાઈ વૈષ્ણવ, પુનીતબાપુ, ફરસુરામબાપુ, મુકેશભાઈ નીમાવતને તેઓએ આ દાનનો ચેક અર્પણ કર્યો હતો.