ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના ડુંગર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામા આવ્યું હતું. જેમા નવનિયુક્ત પીએસઆઇ કે.જી.મૈયા દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ડુંગર ગામની મુખ્ય બજારોમા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયુ હતું. આ ફૂટ પેટ્રોલીંગમાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. અને ડોળિયા ગામે વિલેજ વિજીટ દરમિયાન લોકોને સાયબર ક્રાઇમ વિશે માહીતીગાર કરાયા હતાં. સાથોસાથ પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું. અને ટ્રાફિક અવેરનેસ અંગે ગ્રામજનોને માહીતી આપી હતી. અને લોકોને કોઈપણ જાતની મુશ્કેલી પડે તો તુરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું