ખાદ્યચીજોનું વેચાણ કરતાં 18 ધંધાર્થીઓને ત્યાં દરોડા: અન્યને લાયસન્સ બાબતે નોટીસ ફટકારાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા મહિલા કોલેજ ચોક, એલઆઈસી ઓફીસ સામે આવેલી ટ્રી સ્ટ્રીટ પેઢીની સ્ટોરેજ, લાયસન્સ તથા રો-મટિરિયલ બાબતે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પવનપુત્ર ચોક સોરઠીયાવાડી સર્કલ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અને ખાદ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી કરેલા ધંધાર્થીઓમાં જય બહુચર પુરી-શાક, રીચ મદ્રાસ કાફે, કૈલાસ દાળ પકવાન, મુકદર રગડા, કચ્છી માંડવી દાબેલી, શ્રીહરિ પુરી-શાક, સદ્ગુરુ રેસ્ટોરન્ટ, જલારામ પુરી-શાક, રૂપ અમેરિકન મકાઈ, શ્રીનાથજી ભજીયા, જય રામનાથ ફીક્સ થાળી, ગુરુકૃપા પુરી-શાક અને રાજ દાળ પકવાન સહિતનાને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા વીઆઈપી કચ્છી દાબેલી, જય માતાજી છોટે ભટુરે, નેજાધારી ડાઈનીંગ હોલ, ટુડે આઈસ્ક્રીમ, રાજ પાઉંભાજીની ચકાસણી કરવામાં આવી હતી.
વધુમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 8 વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ડીસેડ મોઝેરીયેલા ચીઝ (1 કિ.ગ્રા. પેક્), ડેરાલા મલાઈ પનીર (1 કિ.ગ્રા. પેક), ડીસેડ મોઝેરીયેલા બ્લેન્ડ (1 કિ.ગ્રા. પેક) કવીન્સ ફૂડઝ એન્ડ બેવેરેજીસ, પહેલો માળ, એ-215 જીઆઈડીસી આજી ઈન્ડ. એસ્ટેટ 180 ફૂડ રોડ ખાતેથી અને પ્રોસેસ્ડ ચીઝ (લુઝ, સ્લાઈસ) હાર્ડ કેસલ રેસ્ટોરન્ટ પ્રા.લિ. (મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ) ગ્રા. ફલોર શોપ નં. 9, રિલાયન્સ મોલ, 150 ફૂટ રીંગ રોડ ખાતેથી અને ચિકન સરપ્રાઈઝ બર્ગર (પ્રિપેર્ડ લુઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાયદી ખજૂર- રસીકલાલ નટવરલાલ તન્ના ઘીકાંટા રોડ, કંદોઈ બજાર, ઠોસાગલી ખાતે અને જાયદી ખજૂર- ભગવાન ટ્રેડર્સ ઘીકાંટા રોડ કંદોઈ બજાર, જાયદી ખજૂર- મગનલાલ એન્ડ કુાં. ઘીકાંટા રોડ, કંદોઈ બજાર ઠોસાગલી ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતા.