પોતાના રસોડાનું જમતાં તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ
સુરેન્દ્રનગરથી દ્વારકા પગપાળા જતા સંઘના 80 યાત્રીકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ, તમામને સારવાર માટે લઇ જવાયા, જો કે હાલ તમામની તબિયત સુધારા પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.21
સુરેન્દ્રનગરના વિજળીયા ગામથી 100 માણસોનો સંઘ ચાલીને દ્વારકા જવા નીકળ્યો હતો તેઓ ખંભાળીયા પાસે પહોચ્યો હતો. જ્યા રાત્રી રોકાણ કર્યુ હતું અને જાતે રસોડુ બનાવી યાત્રીકો જમ્યા હતા. રાત્રે યાત્રીકોને ફૂડ પોઇઝનીગની અસર થઇ હતી. ત્યારબાગદ 80 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જેમાં યાત્રીકોને બેસાડીને ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ શ્રદ્ધાળુઓની તબીયાત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યુ હતુ. સંઘ દ્વારા પોતેજ રસોડું બનાવી જમવાનું બનાવેલ હોવાની વિગત આવી છે. હાલ તમામ લોકો ખંભાળિયા સિવિલમાં સારાવાર હેઠળ છે જેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યુ છે.
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો
ડોક્ટરના જણાવ્યા મુજબ કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
- Advertisement -
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ અસર વધુ
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.