ફૂડ પોઈઝનિંગ થતા આરોગ્ય વિભાગની 6 ટીમો સ્ટેન્ડબાય રખાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે ધાર્મિક પ્રસંગે ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી આ તમામ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાથે જ આરોગ્ય વિભાગને ઘટનાની જાણ થતા 6 જેટલી ટીમોને સ્ટેન્ડબાય રાખી સારવાર શરૂ કરી હતી. જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ગોમટા ગામે વસ્તુન ધાર્મિક પ્રસંગે ભોજન લીધા બાદ એકાએક મહેમાનો અને સ્થાનિકોને ફુડપોઇઝનિંગ થયું હતું એક બાદ એક તમામની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અંગે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમને જાણ થતા 6 જેટલી ટીમો સ્ટેન્ડબાય રહીને તાત્કાલિક ગોમટા ગામે પહોંચી હતી અને તમામ ફૂડપોઈઝનિંગ થયેલ દર્દીઓને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.



