સલમાન ડાયટ્સની ચિંતા નથી કરતો
ખાસ-ખબર સંવાદદાતા
મહેશ માંજરેકરે જણાવ્યું છે કે સલમાન ખાનના ઘરનું ફૂડ બોલીવુડનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હોય છે. મહેશ માંજરેકરે ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’માં સલમાનને અને તેની બહેન અર્પિતાના હસબન્ડ આયુષ શર્માને ડિરેક્ટ કર્યો હતો. સલમાનને તે દિલથી મિડલ ક્લાસ હોવાનું જણાવે છે.
- Advertisement -
તેને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને કોના ઘરનુ જમવાનું પસંદ છે? તો એનો જવાબ આપતાં મહેશ માંજરેકરે કહ્યું કે ‘મને સલમાનના ઘરનું ભોજન ગમે છે. તેને પણ તેના ઘરનું મસાલેદાર ફૂડ પસંદ છે. તેને ટેસ્ટ જોઈએ છે. સલમાન ડાયટ્સની ચિંતા નથી કરતો. તેને મસાલેદાર ભોજન ગમે છે. મને તેના ઘરનું જમવાનું ગમે છે. સંજય દત્તના ઘરે ઓછું મસાલેદાર હોય છે, પરંતુ સલમાનના ઘરે ભોજનમાં સારી રીતે મસાલા ઉમેરવામાં આવે છે.’