ખાદ્યચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જામનગર રોડ- નાગેશ્ર્વર તથા રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 41 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન શ્રી ચામુંડા કિરાણા સ્ટોર, મોમાઇ નમકીન, ગાયત્રી ડેરી ફાર્મ, શ્રી આશાપુરા માર્ટ, મહાદેવ નમકીન, આનંદ પ્રોવિઝન સ્ટોર, કાર્તિક મદ્રાસ કાફે, સુરેશ નમકીન, મહાવીર પ્રોવિઝન સ્ટોર, રાજ જનરલ સ્ટોર, રાજ આઇસક્રીમ પાર્લર, કેવલમ ખમણ, આશીર્વાદ સેલ્સ એજન્સી, તિરુપતિ જનરલ સ્ટોર, ભવાની પાન કોલ્ડ્રિંક્સ, બાલાજી પાન કોલ્ડ્રિંક્સ, માં ભગવતી આઇસક્રીમ, બાલાજી દાળપકવાન, શ્રીનાથજી ફરસાણ, જય માં ભવાની ફરસાણ, હિતેષ ફરસાણ, બડીસ બર્ગર, હરી ઓમ દાળપકવાન, સોનલ પંજાબી સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા નમકીન મેગા ફૂડ સ્ટોર, જય ખોડિયાર ડેરી ફાર્મ, જે. કે. એન્ટરપ્રાઈઝ, કે. કે. સુપર માર્ટ, સનરાઇઝ સુપર માર્કેટ, તિરુપતિ ફરસાણ, ગાંધી સોડા શોપ, માહી મિલ્ક એજન્સી, કૃપા જનરલ સ્ટોર, રવિ રાંદલ ફરસાણ, મહારાજા ફરસાણ, મોમાઈ કોલ્ડ્રિંક્સ, હર ભોલે જનરલ સ્ટોર, ચામુંડા ફરસાણ, ભૂમિ નાસ્તા હાઉસ, અનિલ મદ્રાસ કાફે, જય ઝૂલેલાલ દાળપકવાનની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં નકલંક ટી-સ્ટોલ તેમજ જય સિયારામ હોટલ, ખેતલા આપા ટી પાન સ્ટોલ સહિતનાને ત્યાં ચા, ખાંડ, દૂધ, ચા ભૂકી સહિત 10ના નમૂના લેવામાં આવ્યા હતા.