ઉ-માર્ટથી જૂનો મોરબી રોડ અને આંબેડકર ચોકથી કોઠારીયા રોડ વિસ્તારમાં ચેકિંગ ધંધાર્થીને લાઈસન્સ લેવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ડી માર્ટથી જૂનો મોરબી રોડ અને આંબેડકર ચોકડીથી કોઠારીયા રોડ વિસ્તારમાં આવતા કુલ 27 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં 9 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપી હતી તેમજ ખાદ્યચીજના 20 નમૂનાની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.
લાઈસન્સ મેળવવા બાબતે (1) ક્રિષ્ના ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, (2) બજરંગ પાણીપુરી, (3) ભવાની સુપર માર્ટ, (4) ક્રિષ્ના ગાંઠીયા, (5) બજરંગ ઢોસા, (6) ઠાકરધણી પાન, (7) શક્તિ ટી સ્ટોલ, (8) રાધે આઈસ્ક્રીમ, (9) કટકબટક ફૂડ ઝોન.
તપાસ કરવામાં આવેલા એકમ (1) ન્યૂ પટેલ આઈસ્ક્રીમ, (2) શ્રી નાથજી ફૂડ કોર્પોરેશન, (3) અતુલ આઈસ્ક્રીમ, (4) બજરંગ મોમોઝ સેન્ટર, (5) શિવશક્તિ દાબેલી, (6) શ્રી ક્રિષ્ના આઈસ્ક્રીમ, (7) જય અંબે પ્રોવિઝન સ્ટોર, (8) લાઈફ કેર ફાર્મસી, (9) મનમંદિર આઈસ્ક્રીમ, (10) જયકિશન ડેરી ફાર્મ, (11) પાલવ આઈસ્ક્રીમ, (12) ખોડીયાર પ્રોવિઝન સ્ટોર, (13) વેણુ રેસ્ટોરન્ટ, (14) સુધાંગ ડેરી ફાર્મ, (15) મુરલીધર ફરસાણ, (16) ભાવિક ટ્રેડીંગ, (17) ખોડીયાર હોટેલ, (18) જલારામ ખમણ હાઉસ.